Big Breaking: ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, ચિરાગ પટેલ, ભૂપત ભાયણી બાદ વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

Gujarat Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષ પલ્ટાની મૌસમ પુર બહારમાં ખીલી છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ…

gujarattak
follow google news
Gujarat Politics News: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં પક્ષ પલ્ટાની મૌસમ પુર બહારમાં ખીલી છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ રાજીનામું આપી શકે છે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપી શકે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું

ગત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા. એવામાં હવે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.  નવા નિયમોનુસાર તેઓ ભાજપમાં ધારાસભ્ય તરીકે જઈ શકે તેમ નથી. આથી તેઓ ગમેએ ઘડીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.

ભાજપની ટિકિટ પરથી લડશે પેટાચૂંટણીઃ સૂત્રો

સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થઈને ભાજપની ટિકિટ પરથી ફરથી વાઘોડિયા બેઠક ઉપર પેટાચૂંટણી લડવાનો તખ્તો ગોઠવી દીધો છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓની સાથે-સાથે વિધાનસભાની જે પણ બેઠકો ખાલી પડી છે તેના પર પણ પેટાચૂંટણી યોજાઈ શકે છે.

ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું

આપને જણાવી દઈએ કે, ગત મહિને કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું. જેના થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું.

હર્ષદ રીબડિયાને હરાવીને બન્યા હતા ધારાસભ્ય

2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.

    follow whatsapp