અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંકયો, જાણો નવી કિંમત

અમદાવાદ: સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના…

gujarattak
follow google news

અમદાવાદ: સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. તો 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. સુમુલ ડેરીએ  6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે.

જનતાને ઍક બાદ એક મોંઘવારીના માર મળી રહ્યા છે. ત્યારે મોંઘવારીમાં પીસાતી પ્રજા પ૨ સુમુલ ડેરી એ પણ દૂધના ભાવ વધારીને વધુ એક ફટકો માર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. સુમૂલ દૂધનો પ્રતિ લીટર જૂનો ભાવ 64 રૂપિયા હતો, હવે નવો ભાવ રૂ.66 કરાયો છે. નવા ભાવ આજથી જ અમલમાં મૂકી દેવાયા છે. ત્યારે 6 લિટર છાસમાં 6 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

મોધવારીના માર વચ્ચે 1 એપ્રિલે અમૂલ દૂધની કિમતમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે સુમુલ ડેરીએ પણ ભાવ વધારો કર્યો છે.અમુલ ગોલ્ડનો 500 ગ્રામ જૂનો ભાવ 31 હતો. જ્યારે કે નવો ભાવ 32 રુપિયા કરવામાં આવ્યો છે. અમુલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલીનો જૂનો ભાવ 28 રુપિયા હતો અને હવે નવો ભાવ 29 રૂપિયા છે. અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો 500 ગ્રામનો જૂનો ભાવ 29 રૂપિયા હતો. જો કે હવે નવો ભાવ 30 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 4 દિવસમાં મૃત્યુ દરમાં થયો 200 ટકાનો વધારો

અમૂલે દૂધ ખરીદના ભાવમાં કર્યો છે વધારો
અમુલે દૂધમાં ભાવ વધારો કરતા પહેલા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો હતો. દૂધના પ્રતિ કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. દૂધનો જૂનો ભાવ પ્રતિ કિલો ફેટ 800 રૂપિયા હતો. હવેથી પશુપાલકોને દૂધનો નવો ભાવ 820 રૂપિયા મળશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp