VIDEO: 2 મહિનાના જેલવાસ બાદ દેવાયત ખવડે બહાર આવીને કર્યો મુશાયરો

રાજકોટ : દેવાયત ખવડે જેલમાંથી બહાર આવીને જણાવ્યું કે, તમામ ચાહકો અને માતાજીની કૃપાથી બહાર આવ્યો છું. તેમણે અમૃત ઘાયલનો એક શેર કહ્યો હતો કે,…

gujarattak
follow google news

રાજકોટ : દેવાયત ખવડે જેલમાંથી બહાર આવીને જણાવ્યું કે, તમામ ચાહકો અને માતાજીની કૃપાથી બહાર આવ્યો છું. તેમણે અમૃત ઘાયલનો એક શેર કહ્યો હતો કે, જેમણે જીવનની વસમી સફર વેઠી નથી, તેમને શું છે જગત તેની ખબર નથી. તેમના પર થયેલા આક્ષેપો અંગે તેમણે કહ્યું કે યોગ્ય સમય આવ્યે હું મોટો ખુલાસો કહ્યો. તેઓએ જણાવ્યું કે, હું હાલ તો બહાર આવીને પહેલો માતાજીના દર્શન કરવા માટે જઇ રહ્યો છુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી જેલમાં હતા. ત્યારે આજે દેવાયત ખવડ માટે સારા સમાચાર આવ્યા હતા. લાંબો સમય જેલવાસ ભોગવ્યા બાદ આખરે કોર્ટ દ્વારા તેના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

દેવાયત ખવડ આજે મોડી સાંજે જેલમાંથી બહાર આવ્યા હતા. ખુલ્લા પગે જ તે જેલમાંથી બહાર આવ્યા હતા. પોતાના ચાકહોને મળ્યા બાદ માતાજીના દર્શન કરવા માટે તેઓ રવાના થયા હતા. પોતાના તમામ ચાહકો, માતાજી અને મીડિયા સહિત તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

    follow whatsapp