100 વર્ષથી ખેડતા હતા જમીન, સરકારે CHC બનાવવા હટાવ્યાઃ પોલીસ-આદિવાસી મહિલાઓ આમને-સામને

વીરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ ગામમાં નવીન સી એચ સી માટેનું મકાન બનાવવા 103 વર્ષથી જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને સરકારે જમીનમાંથી બેદખલ કર્યા…

gujarattak
follow google news

વીરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડિટવાસ ગામમાં નવીન સી એચ સી માટેનું મકાન બનાવવા 103 વર્ષથી જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને સરકારે જમીનમાંથી બેદખલ કર્યા હતા. તેજ જમીન પર પોલીસ અને સત્તાના જોર બળજબરી પૂર્વક સી એચ સી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જમીનની ખાતેદાર આદિવાસી મહિલાઓ વિરોધ કરતા પોલીસે આદિવાસી મહિલાઓની અટકાયત કરી છે.

કલેક્ટરે પીયત વાળી જમીન કેમ ફાળવી?
મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા કડાણા તાલુકાના ડિટવાસ ગામમાં સી એચ સી સેન્ટર બનાવવા માટે પીયતવાળી જમીન કે જે જમીન પર વર્ષોથી આદિવાસી સમાજના લોકો ખેતી કરે છે અને આ જમીન સી એચ સી બનવવા ફાળવવામાં આવતા આ જમીનના 15 જેટલા ખાતેદારોની જમીન સરકારે વિકાસના નામે છીનવી લેતા ખાતેદારોએ વિરોધ કર્યો હતો. જિલ્લા પ્રશાશન દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવતા આદિવાસી મહિલાઓએ વિરોધ કર્યો હતો. વર્ષોથી ભોગવટો કરનાર આદિવાસી ખેડૂતોને હટાવવા પોલીસ આવતા ખાતેદારોએ વિરોધ કર્યો હતો. જેના પગલે આદિવાસી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી અને આ સમયે કેટલીક મહિલાઓ ઉગ્ર બનતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આદિવાસી મહિલાઓને ટીંગા ટોળી કરી લઈ જવામાં આવી હતી.

‘નળ છે પણ જળ નથી’- ભાજપના તંત્રના વાતોના વડા વચ્ચે જામનગરમાં ટેન્કર રાજ યથાવત

એક તરફ સરકાર આદિવાસીઓને જંગલની જમીન આપે છે તો બીજી બાજુ ખેતીલાયક જમીન છીનવી રહી છે. આ જમીનને બદલે અન્ય જગ્યાએ સી એચ સી સેન્ટર બનવવા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે, તેમજ હાઇકોર્ટમાં કેસ કાર્યરત છે. ઉપરાંત અપીલ માટે બે માસનો સમય ગાળો હોવા છતાંય કામગીરી શરૂ કરાઇ હોવાનો ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સરકારી કામગીરીમાં રુકાવટ કરતા અટકાયત કરવામાં આવી છે તેમ પોલીસ જણાવ્યું હતું.

    follow whatsapp