Gandhinagar News: આજથી વિધાનસભાના ચોમાસું સત્ર શરૂઆત થઈ ચૂકી છે. ત્રણ દિવસીય આ સત્રમાં પાંચ મહત્વના બિલ પર ચર્ચા થશે. સત્રના આરંભે ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લાગ્યા, તેમજ ‘વંદે માતરમ’ના ગાન સાથે ગૃહની શરૂઆત થઈ હતી. સત્ર દરમિયાન ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી મહત્વની જાણકારી
વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતમાં ખાતરની ઉપલબ્ધતા અંગે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જવાબ આપતા અપડેટ આપી હતી. તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ ખાતરની અછત ન સર્જાય, તે માટે ભારત સરકારે ગુજરાતને માંગણી કરતા વધુ ખાતરનો જથ્થો પૂરો પાડ્યો છે.
કૃષિ મંત્રીએ પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુઓ ખરીદવાની કોઈપણ પ્રકારની ફરજ પાડવામાં ન આવે તે માટે રાસાયણિક ખાતર વિક્રેતાના વેચાણ કેન્દ્રો પર સતત તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગાઉથી જ ખાતર કંપનીઓ સાથે બેઠક યોજી ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ફરજીયાત ન આપવા તાકીદ કરવામાં આવી છે. તેમ છતાં રાજ્યમાં ક્યાંય આવી ઘટના ધ્યાને આવશે, તો રાજ્ય સરકાર વિક્રેતા અને કંપનીનું લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાંઓ લેશે.
અર્જુન મોઢવાડિયા આવ્યા ચર્ચામાં!
વિધાનસભામાં સત્ર દરમિયાન એક મોટી ઘટના જોવા મળી હતી. કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયા સત્તાપક્ષની પાટલી પર બેસતા જોવા મળ્યા હતા.જેને ભાજપના ધારાસભ્યો દ્વારા વધાવાયું હતું. મોઢવાડિયાએ તેમની જૂની ગાદી સાથે નવી પાટલી પર બેસીને રાજકારણમાં નવો પ્રયોગ કર્યો હતો. જે રાજકીય પરિચર્ચામાં ગરમાયો છે.
ADVERTISEMENT