Anand: કલેક્ટર ડી.એસ ગઢવીને હનીટ્રેપમાં ફસાવવા મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ

હેતાલી શાહ/આણંદ: આણંદના કલેકટર ડી.એસ ગઢવીને સ્પાય કેમેરાથી હની ટ્રેપમાં (Spy Camera Trap) ફસાવવા મામલે ત્રણેય આરોપી RAC કેતકી વ્યાસ (Ketki Vyas), નાયબ મામલતદાર જયેશ…

gujarattak
follow google news

હેતાલી શાહ/આણંદ: આણંદના કલેકટર ડી.એસ ગઢવીને સ્પાય કેમેરાથી હની ટ્રેપમાં (Spy Camera Trap) ફસાવવા મામલે ત્રણેય આરોપી RAC કેતકી વ્યાસ (Ketki Vyas), નાયબ મામલતદાર જયેશ પટેલ, અને હરીશ ચાવડા કોર્ટ કસ્ટડીમાં છે. ત્યારે સ્પાય કેમેરા કાંડમાં બે દિવસથી પોલીસ કસ્ટડીમાં રહેલા RAC કેતકી વ્યાસને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે નાયબ મામલતદાર જે.ડી પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંનેની મુશ્કેલીઓ આગામી સમયમાં હજુ વધી શકે છે. કારણ કે, આણંદ એલસીબીના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે. સાથે જ સપેન્ડેડ કલેકટર ડી.એસ.ગઢવીનું પણ નિવેદન લેવાયુ છે. જેમાં સસ્પેન્ડેડ કલેકટર ગઢવીને આપેલ ધમકીની પેન ડ્રાઈવ પણ ગઢવીએ પોલીસને આપતા પોલીસે કબ્જે કરી છે. જેમા પાંચ વિડીયો રેકોર્ડિંગ છે.

આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન નીકળ્યું

તો પોલીસે આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન અને બે લેપટોપ તેમજ ફિંગર પ્રિન્ટ મશીન પણ જપ્ત કર્યુ છે. આરોપી જયેશ ઉર્ફે જે.ડી પટેલે અમદાવાદની ઓબ્ઝર્વલ ડિજિટલ ટેકનોલોજી માંથી સ્પાય કેમેરા ખરીદ્યા હોવાની સાબિતી પણ મળી છે. તો અન્ય બે સ્પાય કેમેરા ઓનલાઈન મંગાવેલા તે પૈકી એક પેમન્ટ ડિજિટલ માધ્યમથી થયાના પુરાવા પણ પોલીસને મળ્યા છે. આગાઉ તોડેલી હાર્ડડીસ્કના બદલે નવી હાર્ડડિસ્ક ખરીદવાના, આરોપીઓ દ્વારા જે મહિલાનો હનીટ્રેપન મામલે ઉપયોગ કર્યો હતો, તેના મોબાઈલ ફોનમાંથી જરૂરી ચેટ અને મેસેજીસ સહિતના પુરાવા પોલીસને મળ્યા છે. જે અંગે પોલીસે તમામના નિવેદન પણ નોંધ્યા છે. સાથે જ ગુનામાં પુરાવાનો નાશ, અશ્લીલ વિડીયોને પ્રદર્શિત કરવા વહેંચેલ હોય તેમજ કોઇ સ્ત્રીને પૈસાની લાલચ આપી શરીર સબંધો બાંધવા મોકલેલ હોય ઇ.પી.કો.કલમ- 292, 201 તથા ધી ઇમોરલ ટ્રાફિક (પ્રીવેન્શન)એક્ટ-1956 ની કલમ-5 મુજબની કલમોનો વધારો કરવા નામદાર કોર્ટમાં પોલીસે રીપોર્ટ કરતા કોર્ટે આ કલમો ગ્રાહ્ય રાખી છે.

આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા

થોડા સમય પહેલા આણંદ જીલ્લાના તત્કાલીન કલેકટર ડી.એસ.ગઢવીનો અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનામા આણંદ ટાઉન પોલીસ મથકે આરએસી કેતકી વ્યાસ, જયેશ પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ આણંદ એલસીબીને સોંપાતા એલસીબીએ ત્રણેયના બે દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા. રીમાન્ડનો સમય પૂર્ણ થતા ગતરોજ નામદાર કોર્ટમાં રજુ કરતા આરોપીઓ દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જે જામીન અરજી નામદાર કોર્ટે નામંજુર કરતા આરોપી કેતકીબેન વ્યાસને બિલોદરા સબ જેલ ખાતે તેમજ બીજા બે આરોપીઓને સબ જેલ આણંદ ખાતે મોકલી આપવામાં આવ્યા.

    follow whatsapp