પાટણ: વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ તેને ચાર મહિના જેટલો સમય થઈ ગયો છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસના એકબાદ એક ધારાસભ્યોને ઝટકાઓ મળી રહ્યાં છે.. ચૂંટણીમાં ઉમેદવારી કરનાર સાથી પક્ષના સભ્યો અથવા ઉમેદવારો તરફથી આ ઝટકાઓ મળતા હોય છે. અત્યાર સુધીમાં કુલ 7 જેટલા ધારાસભ્યોની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. હવે વારો છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે અને ચૂંટણી વખતે કિરીટ પટેલે તમામ વિગતો જાહેર કર્યા સિવાય ચૂંટણી લડ્યા હોવાનો તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. કિરીટ પટેલે FIRની વિગતો ચૂંટણી દરમિયાન જાહેર ન કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત થઈ છે. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને બે વર્ષથી વધુની સજાની સુનાવણી પણ થઈ શકે છે. તો શું રાહુલ ગાંધીની જેમ કિરીટ પટેલને પણ મોટો ઝટકો લાગી શકે છે.
ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી
પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ યુનિવર્સિટી માં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. માહિતી છુપાવવા માટે ચૂંટણી જીતવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે.
નોટિસ ઈસ્યૂ કરવામાં આવી
અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. આ અંગે 16 જૂનના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. માહિતી છુપાવીને ચૂંટણી જીતવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી.
થોડા દિવસ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયાનાં એફિડેવિટ સામે અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. એફિડિવિટમાં ક્ષતિ હોવા છતાં રિટર્નિગ ઓફિસરે
એફિડેવિટ મંજૂર કર્યાની દલિલ થઈ હતી. તમામ પક્ષકારોને આગામી સમયમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીપંચ સરકાર સહિતનાને નોટિસ ઈશ્યું કરી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી અનેક ધારાસભ્યોની જીતને વિવિધ મુદ્દાઓ હેઠળ કોર્ટમાં પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયા, શંકર ચૌધરી, જીતુ વાઘાણી સહિતના લોકોને કોર્ટે નોટિસ પણ ઈસ્યુ કરી છે ત્યારે આ સંજોગોને જોતા આગામી સમયમાં બીજા વધુ ધારાસભ્યો સામે ઈલેક્શન પિટિશન થઈ શકે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: વિપિન પ્રજાપતિ, પાટણ )
ADVERTISEMENT