Vibrant Gujarat Global Summit 2024: ‘ગુજરાતમાં અમે 5 વર્ષમાં રુ.2 લાખ કરોડનું કરીશું રોકાણ’, અદાણીની જાહેરાત

Vibrant Gujarat Global Summit 2024:  ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની થીમ ‘ગેટવે ટુ…

gujarattak
follow google news
Vibrant Gujarat Global Summit 2024:  ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓએ ભાગ લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની સફળતાની સમિટ’ તરીકે ઉજવવામાં આવી રહી છે. ગુજરાત વાઈબ્રન્ટ સમિટની ઉદ્ધાટન સમારોહમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટા રોકાણની જાહેરાત કરી છે.

અમે 2 લાખ કરોડનું કરીશું રોકાણઃ ગૌતમ અદાણી

ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ કહ્યું કે, અમે ગુજરાતમાં 5 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું, જે વિકસિત ગુજરાત બનાવવામાં મદદરૂપ થશે. અમે કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન પાર્ક તૈયાર કરીશું અને ગુજરાતમાં 1 લાખથી વધુ રોજગાર પણ આપીશું.

    follow whatsapp