અમદાવાદઃ કોરોના મહામારી પછી મહામહેનતે ટ્રેક પર આવી રહેલા જનજીવનને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત ગેસની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. અહીં અદાણી ગ્રુપે સતત બીજીવાર CNGની કિંમતોમાં વધારો કરી દીધો છે. આજે ગુરુવારે અદાણી ગ્રુપે 1.49 રૂપિયા વધારી દીધા છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ એટલે કે બીજી ઓગસ્ટે પણ અદાણી ગ્રુપે CNG ગેસનાં ભાવમાં 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. એટલે કે છેલ્લા બે જ દિવસની અંદર અદાણીએ રૂપિયા 3.48 રૂપિયાનો વધારો કરી દીધો છે.
ADVERTISEMENT
ટ્રાન્સપોર્ટેશનની મોંઘુ થશે
પેટ્રોલ-ડીઝલ અને LPGમાં ભાવ વધતા હવે ટ્રાન્સપોર્ટેશનની સાથે-સાથે અન્ય ચીજ વસ્તુઓનાં ભાવમાં પણ વધારો થઈ શકે છે. આ દરમિયાન ભાવ વધારો થતા હવે ગાડીમાં CNG કીટ ફિટ કરાવનારા લોકોને પણ મોંઘવારીનો ઝાટકો લાગ્યો છે. નવા ભાવવધારેને ઉમેરતા અત્યારે અદાણી CNGનો ભાવ પ્રતિકિલો 87.38 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT