‘મોરબી દુર્ઘટનાના અસરગ્રસ્તો, અનાથોને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી તમારી’, HCની ઓરેવા કંપનીને ટકોર

ઓરેવા કંપની વતી વકીલે કોર્ટમાં આપી જાણકારી હાઇકોર્ટે ઓરેવા કંપનીને કરી ટકોર અસરગ્રસ્તો, અનાથોને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી તમારી: HC Morbi bridge collapse update:…

Morbi bridge collapse

Morbi bridge collapse

follow google news
  • ઓરેવા કંપની વતી વકીલે કોર્ટમાં આપી જાણકારી
  • હાઇકોર્ટે ઓરેવા કંપનીને કરી ટકોર
  • અસરગ્રસ્તો, અનાથોને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી તમારી: HC

Morbi bridge collapse update: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ મામલે હાઇકોર્ટે લીધેલી સૂઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન 113 બ્રિજોના રિસ્ટરેશન અને રી કન્સ્ટ્રક્શન માટેનો પ્લાન સરકાર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અસરગ્રસ્તોને થયેલી માનસિક અસર મામલે તબીબી સારવારના મુદ્દે સરકાર શું કરી રહી છે તેનો કોર્ટે માંગ્યો હતો ખુલાસો.

હાઇકોર્ટે ઓરેવા કંપનીને કરી ટકોર

આ ઘટના બાદ 4 લોકો માનસિક અસ્વસ્થ થયા હતા. જેને લઈ આજે હાઇકોર્ટમાં રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કર્યું હતું. સરકારે અસરગ્રસ્તોની માનસિક સ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. ઑરેવા વતી કોર્ટમાં વકીલે જાણકારી આપતા કહ્યું હતું કે, અનાથ બાળકોને અમે આર્થિક સહાય કરી રહ્યા છીએ. વાર્ષિક ભથ્થું, ભણતરનો ખર્ચ સહિતની કાળજી પણ રાખી રહ્યાં છીએ.

જેને સાંભળતા જ હાઇકોર્ટે ઓરેવા કંપનીને ટકોર કરતાં કહ્યું હતું કે, આ ઘટના બાદ જે પણ અસરગ્રસ્તો છે, અનાથ છે તેમને છેલ્લા શ્વાસ સુધી સાચવવાની જવાબદારી તમારી છે. આ મામલે આગામી સુનાવણી 26 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.

SITએ 5000 પાનાનો રિપોર્ટ કર્યો હતો રજૂ

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SIT દ્વારા 5000 પાનાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પર કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. SITએ પોતાની રિપોર્ટમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની જવાબદારી હોવાનું ટાંકવામાં આવ્યા હતા. બ્રિજનું સંચાલન કરવાનું કામ કરનારા ઓરેવા કંપની, MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકોને જવાબદાર બતાવાયા હતા.

    follow whatsapp