હિતેશ સુતરીયા,અરવલ્લી: ખાણીજ માફિયા ઓ દ્વારા ખનીજ ચોરી પાર પાડવા માટે કોઈપણ રસ્તો અપનાવવા લાગ્યા છે. આ દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અરવલ્લી જિલ્લા ખાણખનીજ વિભાગની સરકારી ગાડીમાં અજાણ્યા શખ્સોએ જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ હતી. ભૂમાફિયાઓએ સરકારી કર્મચારીઓના લોકેશન ટ્રેક કરવા અને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા કાવતરું રચાતા ખાણખનીજ વિભાગના માઈન્ સુપરવાઇઝરે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવિ હતી. જિલ્લા LCB એ GPS ટ્રેકર લગાવનાર 2 આરોપીઓ ઝડપ્યા છે.
ADVERTISEMENT
અધિકારીઓના લોકેશન ટ્રેશ કરવા માટે આરોપીઓએ GPS ટ્રેકર લગાવ્યું હતું. GPS બોક્ષમાં બે સીમકાર્ડ મળી આવતા સાયબર સેલ પણ તપાસમાં મદદ લેવાઈ હતી. ત્યારે આ મામલે અરવલ્લી જિલ્લા LCB એ ભિલોડા તાલુકાના વતની પ્રભુદાસ મેણાત અને ઉપેન્દ્ર ડોડીયા નામના બે આરોપીની ધડપકડ કરી હતી.
આ કારણએ લગાવ્યું હતું ટ્રેકર
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન કરતા ભૂમાફિયાઓએ સરકારી કર્મચારીઓની વોચ રાખવા અને પોતાની બિનઅધિકૃત પ્રવૃત્તિ આચરવા માટે સરકારી ગાડીમાં સીમકાર્ડ આધારિત જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનું ભૂસ્તર શાસ્ત્ર વિભાગના અધિકારી મન ચૌધરીએ જણાવ્યું હતું. જોકે આ સિસ્ટમ લગાવવાથી સરકારી વાહન કયા રસ્તે અને ક્યાં ફરી રહ્યું છે તે સરળતાથી ભૂમાફિયાઓ જાણી શકે છે.
આ પણ વાંચો: સરકારી સ્કૂલો ઇન્ટરનેટની સુવિધામાં અનેક રાજ્યો પાછળ, જાણો ગુજરાત કેટલા ક્રમાંક પર છે ?
આ રીતે ઝડપાયું જીપીએસ ટ્રેકર
ખાણખનીજ વિભાગનો સ્ટાફ એક દિવસ મોડાસાથી માલપુરના ફરેડી તરફ સરકારી ગાડી લઈને નીકળ્યો હતો અને બાદમાં ધનસુરા તરફ સરકારી ગાડી ગઈ હતી. પરંતુ ખાણખનીજ વિભાગને ગેરકાયદે ખનીજ વહન કરતું એક પણ વાહન હાથ લાગ્યું ન હતું. ત્યારે આ દરમિયાન ડ્રાઇવર ગાડીની સર્વિસ કરાવવા જતા પાટાની બાજુમાં બાજુમાં અને ડિઝલ ટેન્કની બાજુમાં કાળા કલરનું જૂના ચુંબક વાળું જીપીએસ લગાડેલું મળી આવ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT