હેતાલી શાહ.ખેડાઃ ખેડા જિલ્લાના કપડવંજમાં આજે એક અજીબ સજા સંભળાવવામાં આવી. જેમાં કપડવંજ કોર્ટે એક આરોપીને બે અલગ અલગ ગુનામાં સજા ફટકારી છે. જેમાં સગીરાને ભગાડી જવાના કેસમાં 5 વર્ષની સજા તો એ જ સગીરાની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
સગીરા ગમી જતા પ્રેમમાં ફસાવી
દિવસેને દિવસે રાજ્યમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. એવામાં કોર્ટ દ્વારા આવા દુષ્કર્મિઓને સબક મળે તે માટે કડકમાં કડક સજા ફટકારવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે આ કેસ પર નજર કરીએ તો, વર્ષ 2009માં કઠલાલ તાલુકાના સિકંદરપોરડામાં રહેતા 26 વર્ષીય સોમાભાઈ ઉદાભાઈ ઠાકોરને કઠલાલ ના એક વિસ્તારની 14 વર્ષીય સગીરા ગમી જતાં તેને પ્રેમમાં ફસાવી હતી. અને 19 સપ્ટેમ્બર 2009ના રોજ સ્કૂલમાં પરીક્ષા આપવા ગયેલી આ સગીરાને લલચાવી ને ભગાડી ગયો હતો. કિશોરીને ફોસલાવીને ભગાડી જવા અંગે કિશોરીના પરિજનોને કઠલાલ પોલીસ મથકે સોમાભાઈ વિરૂદ્ધ ગુનો નોંધવતા પોલીસે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી.
બોલો… AAP નેતાનો પુત્ર PVCની પાઈપોની ચોરીમાં પકડાયોઃ પિતા વિધાનસભા લડી ચુક્યા
બાળક પણ જનમ્યું, શખ્સે જેલમાંથી બહાર આવી પતાવી નાખી
આ તરફ કિશોરીને ભગાડી ગયા બાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ફરી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 25 જુલાઈ 2013 સુધી આરોપી સગીરા સાથે વિવિધ જગ્યાએ રેહતો હતો. એ દરમ્યાન સગીરા ગર્ભવતી બની અને તેણે એક બાળકને જન્મ આપ્યો. આરોપી પોલીસના હાથે ઝડપાતા પોલીસે આરોપીને જેલમાં ધકેલ્યો હતો. પછી કિશોરી પોતાના માતા સાથે રહેતી હતી. થોડા દિવસ બાદ આરોપી સોમાભાઈએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કર્યો હતો. 18 જાન્યુઆરી 2014ના રોજ કિશોરી તેની માતાના ઘરે માતા સાથે હતી. દરમ્યાન જામીન પર મુક્ત થયેલો સોમાભાઈ તેની ઘરે પહોંચ્યો. જ્યાં કિશોરીની માતા પોતાના ઘરના પાછળ વાડાના ભાગે બાંધેલ ઢોરને પાણી પિવડાવતા હતા. તે સમયે તકનો લાભ લઇ આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોરે કિશોરીને ગળાના ભાગે તથા અન્ય ભાગે ગંભીર ઈજાઓ કરી હત્યા કરી ભાગી ગયો હતો. જેને લઇને આરોપીની સામે કઠલાલ પોલીસમાં ઇપીકો કલમ 302 તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે આ આરોપીના અટકાયત કર્યા બાદ તપાસ કરી એટ્રોસિટી એક્ટની કલમ ઉમેરી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી.
US જઈ રહેલો ગુજરાતનો પ્રિત પટેલ તુર્કીમાં પકડાયો
આ બંને કેસ કપડવંજ કોર્ટમાં ચાલતા હતા. દરમ્યાન સરકારી વકીલ મિનેશ પટેલે હત્યાના ગુનામાં 13 સાહેદોના મૌખિક તથા 24 દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતા. જયારે દુષ્કર્મ અને ભગાડી જવાના ગુનામાં સરકારી વકીલે 13 સાહેદો ના મૌખિક તથા 12 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આજે આ કેસ ચાલી જતા તમામ પુરાવાને ધ્યાને રાખી કપડવંજ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ વી.પી.અગ્રવાલે આરોપી ને બંને ગુનામાં તકસીરવાન ઠેરવી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે જ્યારે દુષ્કર્મ અને ભગાડી જવાના ગુનામાં 5 વર્ષની સજા તથા 10 હજારનો દંડ ફટકાર્યો છે.
મહત્વનું છે કે આ ગુનામાં ભોગ બનનાર કિશોરી કોર્ટમાં જુબાની આપે તે પેહલા જામીન પર મુક્ત થયેલા આરોપીએ જેને ભગાડીને લઈ ગયો હતો અને જેના બાળકની કિશોરી માતા બની હતી તેની જ હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT