હિતેશ સુતરીયા/અરવલ્લી: અરવલ્લીમાં નાગરિકોની રક્ષા માટે રહેલી પોલીસ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓ અને એક હોમગાર્ડ સ્વીફ્ટ કારમાં બુઢેલી ગામ નજીકથી પસાર થતી અલ્ટો કારને અટકાવી દારૂ હોવાની આશંકા રાખી કારમાં સવાર બે શખ્સોને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. કાર સવાર યુવકો પાસેથી 1.80 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયો છે. રાજસ્થાના શખ્સે જીલ્લા પોલીસવડાને અરજી કરી છે. જીલ્લા પોલીસતંત્રના ધજીયા ઉડે તેવી ઘટના બહાર આવતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.
ADVERTISEMENT
પોલીસ સામે તોડબાજીનો આક્ષેપ
રાજસ્થાન ગતરાલી ગામના પ્રભુલાલ દરંગા તેમના ગામના રોહિત સાથે અલ્ટો કારમાં કરિયાણું લેવા હિંમતનગર નીકળ્યા હતા. ત્યારે ભિલોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બુઢેલી નજીક પસાર થતા સામેથી સ્વીફ્ટ કારમાં આવેલા પોલીસકર્મીઓએ તેમની કાર અટકાવી ક્યાંથી આવો છો? પૂછ્યું હતું. બંને શખ્સોએ કરિયાણું લેવા હિંમતનગર જતા હોવાનું જણાવતા પોલીસકર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘રાજસ્થાનીઓ તમને નહીં છોડીએ’ કહી બિભસ્ત ગાળો બોલી રોડ પર સુવડાવીને લાકડીઓ અને પટ્ટાથી માર માર્યો હતો. બાદમાં કારમાં રહેલા રૂ.1 લાખ પડાવી લીધા હતા.
ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી
આ બાદ મારથી બચવા વધુ 1 લાખની માગણી કરી. જેથી રોહિત મોત સામે દેખાતા હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં અમિતભાઈ ગેરેજવાળાને વાત કરતા તેને 80 હજાર રૂપિયા આપવાની વાત કરતા ચાર પોલીસકર્મીઓ અને હોમગાર્ડ સ્વીફ્ટ કારમાં બેસાડી હિંમતનગર પહોંચી 80 હજાર રૂપિયા લીધા હતા. બાદમાં તેમને શામળાજી નજીક ગુણિયા કુવા પાસે ઉતારી સમગ્ર ઘટના અંગે કોઈને પણ જાણ કરશો તો ખોટા ગુન્હામાં ફસાવી જેલમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો છે.
અરવલ્લી SPએ શું કહ્યું?
પોલીસકર્મીના દમનનો ભોગ બનેલ બંને શખ્સોને શામળાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. બંને આરોપીઓ ઢોર મારના પગલે ગભરાઈ ઉઠ્યા છે અને જીવને જોખમ હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો છે. આ અંગે ગુજરાત Takએ અરવલ્લીના SPનો સંપર્ક કરતા તેમણે, આ મામલે તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું.
ADVERTISEMENT