Anand News: લોકોના રક્ષણ માટે સેવા પર આણંદ પોલીસ પર જ ગંભીર આરોપ લાગ્યા છે. આણંદમાં ઘરગથ્થું અને મેકઅપની વસ્તુઓનું વેચાણ કરવા પર ઊંચું વળતર આપવાની લાલચે છેતરપિંડી આચરવાામાં આવી હતી. લોકો પાસેથી કરોડો રૂપિયા અને સોનું ભેગું કરનારી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. આરોપીઓ પાસેથી 1 કરોડ રોકડ અને 100 તોલા સોનું મળ્યું હતું.
ADVERTISEMENT
મુદ્દામાલનો સામાન પાછો માગતા થઈ જાણ
જોકે ભોગ બનનાર મહિલાઓએ મુદ્દામાલ પરત લેવા કોર્ટમાં અરજી કરતા પોલીસે તમામ રોકડ ગુમ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. મહિલાઓએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતા નોંધી ન હતી. આથી મહિલાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે કોર્ટે DGP, સરકાર તથા જવાબદાર પોલીસ અધિકારીઓને શો કોઝ નોટિસ પાઠવી છે અને તેમની સામે કાર્યવાહી શા માટે ન કરવી તેનો ખુલાસો માંગ્યો છે.
પોલીસ સામે કોર્ટે દર્શાવી નારાજગી
હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આરોપ લગાવાયો છે કે, પોલીસે ચાર્જશીટમાં 1 કરોડ રોકડ અને 100 તોલા સોનાના મુદ્દામાલનો ઉલ્લેખ કર્યો નથી. પોલીસે પંચનામું પણ ખોટું કર્યું હતું. મહિલાઓની અરજી બાદ હાઈકોર્ટે પોલીસ વિભાગ અને સરકાર સામે નારાજગી દર્શાવી હતી.
ADVERTISEMENT