Unseasonal Rain: બે દિવસ ખેડૂતો માટે ભારે! ગુજરાતના 22 જિલ્લા પર 'સંકટના વાદળ', વહેલી સવારે અનેક જિલ્લામાં માવઠા

ગુજરાતમાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી

Unseasonal Rain Forecast

આજે 22 જિલ્લામાં માવઠાની આગાહી

follow google news

Unseasonal Rain Forecast: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ અને બનાસકાંઠામાં વહેલી સવારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. વહેલી સવારથી કચ્છના મુંદ્રા, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 

કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા 

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ઈસબગુલ,રાયડો,જીરું,બટાકા જેવા પાકને નુકશાનની ભીતિ છે. 

બપોર પહેલા આ ચાર જિલ્લા પર વરસાદનું 'સંકટ'

આજે બપોર પહેલા 4 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, જામનગર, દ્વારકામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

આજે 22 જિલ્લામાં માવઠાની આગાહી

ગુજરાતમાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતના 22 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં આજે આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ-સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠું થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ગાજવીજ, તેજ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આજે રાજ્યમાં મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,પોરબંદર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.

    follow whatsapp