ગુજરાતમાં આ જિલ્લામાં ચોમાસા જેવો માહોલ, હવામાનની આગાહીથી ખેડૂતોમાં ચિંતાના વાદળો

ડાંગ જીલ્લામાં બપોર બાદ ડાંગ જિલ્લાના ગાઢવી, ધવલીદોડ, ચિંચલી, ગારખડી, નકટીયા હનવત, પીપલદહાડ,સહિત આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

Dang Heavy Rain

follow google news

Dang Heavy Rain: ગુજરાતમાં આવતી કાલથી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. એવામાં આજે જ ગુજરાતના ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બનવાની આગાહી હતી. ત્યારે બપોર બાદ ડાંગ જિલ્લામાં ચોમાસા માફક વરસાદ તૂટી પડ્યો હતો. 

જગતનો તાત ચિંતામાં મુકાયો 

ડાંગ જીલ્લામાં બપોર બાદ ડાંગ જિલ્લાના ગાઢવી, ધવલીદોડ, ચિંચલી, ગારખડી, નકટીયા હનવત, પીપલદહાડ,સહિત આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થતાં જીલ્લામાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કમોસમી વરસાદથી ડાંગી જન જીવન ખોરવાયું હતું.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રિય થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 10થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, સાથે જ કમોસમી વરસાદ પણ પડી શકે છે. જેના કારણે માછીમારોને 5 દિવસ દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે. 

હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે.
 

    follow whatsapp