સુરતઃ હજુ અમદાવાદમાં થયેલા અક્સમાતના આઘાતથી લોકો બહાર આવ્યા નથી. તંત્ર માથે ટ્રાફિકના નિયમોના કડક પાલનની માગ ઉઠી રહી છે ત્યાં સુરતમાં વધુ એક ગમખ્વાર અક્સમાતના અહેવાલ સામે આવ્યા છે. સુરત જિલ્લાના બારડોલી તકલુક ખરવાસા ઈશાનપોર રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. આ ઘટનામાં કોલિજના વિદ્યાર્થીઓની વાન ઝાડ સાથે ભટકાઈ છે અને તેમાં ત્રણ માસુમ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. બાળકોના મોતથી સ્થળ પર લોકોમાં અરેરાટી જોવા મળી હતી.
ADVERTISEMENT
8 વિદ્યાર્થીઓ જઈ રહ્યા હતા ઘરે
સુરતના બારડોલી તકલુક ખરવાસા ઈશાનપોર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કોલેજિયન્સની વાન અહીંથી સ્પીડમાં જતી હતી દરમિયાન ઝાડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વાનમાં 8 વિદ્યાર્થી સવાર હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા વાન સીધી ઝાડમાં ભટકાઈ હતી. ઘટના સ્થળે જ 2 વિદ્યાર્થીના મોત થયા હતા. ઘટનામાં અન્ય 6 વિદ્યાર્થીને સારવાર માટે બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પ્રાપ્ત થઈ રહેલી વિગતો પ્રમાણે વધુ એક વિદ્યાર્થીનું મોત પણ થયું છે. પારસ શાહ, જયશાહ અને કિર્તન ભાવસાર નામના વિદ્યાર્થીનું મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
આ વિદ્યાર્થીઓ માલિબા કોલેજમાં ભણતા હતા અને અહીં અપડાઉન કરતા હતા. તેઓ રોજીંદા સમય પ્રમાણે કોલેજ અને કોલેજથી ઘરે જતા હતા. દરમિયાન આજે તેઓ રોજ મુજબ વાનમાં બેસીને ઘરે જતા હતા. જોકે કોને ખબર હતી કે તે પૈકીના ત્રણ માટે આજે છેલ્લો દિવસ છે. આ ઘટનામાં તેઓ માંડવી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ કમનસીબ અકસ્માત થયો હતો. બાળકોના મૃત્યુથી પરિવારોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ADVERTISEMENT