‘ઓછી અસર થઈ પણ…’ વીજળી પડતા ખેડૂતનું મોત અન્યોને જાણે મોત અડીને જતું રહ્યું- Video

અમરેલીઃ અમરેલીમાં માવઠાને કારણે ખેડૂતો ઘણા પરેશાન છે ત્યારે એક ખેડૂત પરિવાર પર વીજળી રૂપી આભ તૂટી પડ્યું છે. બાબરામાં અચાનક વીજળી પડતા મકાનનું રિપેરીંગ…

rain in summer

rain in summer

follow google news

અમરેલીઃ અમરેલીમાં માવઠાને કારણે ખેડૂતો ઘણા પરેશાન છે ત્યારે એક ખેડૂત પરિવાર પર વીજળી રૂપી આભ તૂટી પડ્યું છે. બાબરામાં અચાનક વીજળી પડતા મકાનનું રિપેરીંગ કરી રહેલા એક યુવાન ખેડૂતનું મોત થયું હતું. જ્યારે ત્યાં જ તે યુવાનની બાજુમાં રહેલા અન્ય વ્યક્તિઓને જાણે કે મોતનો સાક્ષાત્કાર કરી લીધો હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું. બનાવમાં મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો.

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં રાજ શેખાવત સાથે બબાલઃ પોલીસનો હળવો લાઠીચાર્જ

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ
અમરેલીના બાબરાના સુકવાણા ગામે એક ઘટનામાં યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના આ ગામમાં મકાનનું રિપેરિંગ કરી રહેલા 23 વર્ષીય યુવાન પર વીજળી પડી હતી. દરમિયાન સાથે કામ કરતા અન્ય કારીગરોને વીજળી પડતા ઈજાઓ થઈ હતી. તેમને તુરંત સારવાર માટે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ભારે પવન બાદ વરસાદ પડ્યો હતો. દરમિયાનમાં વીડળી પડતા યુવાન ખેડૂતનું મૃત્યુ થયું હતું. ખેડૂતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સકવાણાના સરપંત સનાભાઈએ કહ્યું કે, યુવાન પર વીજળી પડતા તેમનું મૃત્યુ થયું છે. અન્ય કારીગરો પણ ત્યાં હતા. જોકે તેમને અસર ઓછી થઈ છે અને આ યુવાનનું મૃત્યુ થયું છે.

આ તરફ પવનમાં ઘરની છત ઉડી જતા આભ તૂટ્યું
આ તરફ અમરેલીના વડીયામાં પતરના મકાનમાં રહેતો પરિવાર મુંજવણમાં છે. વડીયાના મીની વાવાઝોડામાં પવન ફૂંકાતા મંદિરના પૂજારીના મકાનના પતરા ઉડ્યા હતા. જેમાં શીતળા માતાના મંદિરના પૂજારીના ઘરના પતરા ઉડી જતા તેમના પર જાણે આભ તૂટ્યું હોય તેવી હાલત થઈ હતી. રિક્ષા ચલાવી પેટીયું રળતા આ પરિવાર માટે અચાનક આવી ગયેલી આ તોફાની આફત મોટી ચિંતા પણ લઈને આવી હતી. જોકે પરિવારના એટલા તો નસીબ સારા હતા કે આ ઘટના દરમિયાન ઘરે કોઈ ન્હોતું તેના કારણે જાનહાની ટળી હતી.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp