ભાર્ગવી જોશી, જૂનાગઢ: રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢમાં નવા બની રહેલા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. કોયલી ફાટક નજીક ટેમ્પો ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 1 નું મોત થયું છે અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં માર્ગ અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશના પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે. સોમનાથ થી દર્શન કરી રાજકોટ જઈ રહેલા મધ્યપ્રદેશના પ્રવાસીઓ રાજકોટ જઈ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત નડ્યો છે. અકસ્માત સાત લોકો ઈજાગ્રત, એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. ઈજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા તાત્કાલિક હો્પિટલમાં પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકો ની મુલાકાત લઈ તબીબો ને સારવાર અંગે સૂચના આપી હતી.
અકસ્માતમાં આ લોકો થયા ઇજાગ્રસ્ત
રાધા ગુપ્તા- 38
અન્દેવી ગુપ્તા- 65
શુભ ગુપ્તા- 14
સિદ્ધિ ગુપ્તા- 11
પૂજા ગુપ્તા- 33
મહેશ ગુપ્તા- 38
મહાવીર ગુપ્તા-42
મૃતક
જૂનાગઢ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 11 વર્ષ અને 14 વર્ષના બે બાળકોનો સમયવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં 75 વર્ષીય રાધેશ્યામ ગુપ્તાનું અવસાન થયું છે. એક જ પરિવારના 7 સભ્યો ઇજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT