Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત

Accident News: ધ્રાંગધા-માલવણ હાઈવે પર કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

Accident News

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ભયાનક અકસ્માત

point

કારમાં સવાર 3 યુવકોને ભરખી ગયો કાળ

point

પાટડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં મૃતદેહ

Accident News: ધ્રાંગધા-માલવણ હાઈવે પર કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ત્રણેય મૃતકોમાંથી બે પાટડી તાલુકાના અનેક 1 લખતર તાલુકાના હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ

 
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર માલવણ સીએનજી પંપ નજીક એક કાર આગળ જઈ રહેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચણઘાણ વળી ગયો હતો. તો અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

ત્રણ યુવકોના કમકમાટીભર્યા મોત

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં ત્રણ યુવકોને કાળ ભરખી ગયો હતો. 

પોલીસે કાર્યવાહી હાથ ધરી

આ અકસ્માતની જાણ માલવણ પોલીસને કરવામાં આવતા માલવણ PSI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

મૃતકોના નામ

1. વસીમ ખાન બિસ્મિલ્લા ખાન મલેક (રહે. ગેડીયા, તા.પાટડી)
2. સાહિલ ખાન હુસેન ખાન (રહે.ખેરવા, તા. પાટડી) 
3. હજરત ખાન દિવાન (રહે. કારેલીયા, તા. લખતર)

    follow whatsapp