Kheda Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના બની છે. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 જેટલા લોકોના મોત થયાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. જ્યારે એક વ્યક્તિની હાલત હજુ ગંભીર હોવાનું જણાવાય છે.
ADVERTISEMENT
વડોદરાથી અમદાવાદ આવતી કારનો અકસ્માત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ટેન્કરની પાછળ એક કાર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા બોલી ગયા હતા. આ કારણે કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108ની બે એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. વિગત મુજબ, આ કારમાં સવાર લોકો વડોદરાથી અમદાવાદ આવી રહ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
અકસ્માતમાં 4-5 વર્ષની બાળકીનું પણ મોત
પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માતની આ ઘટનામાં એક 4થી 5 વર્ષની બાળકીનું પણ મોત થયું છે. આ કાર એક ટ્રાવેલર કાર હતી. જે એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ પેસેન્જરોને લાવવા અને લઈ જવાનું કામ કરતી હતી. હાલમાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT