ફિલ્મી સીન જેવી હત્યાઃ પ્રેમીએ પ્રેમીકાના પતિને એકસીડન્ટમાં પતાવ્યો, શ્વાસ ના છૂટ્યા તો કાર કરી રિવર્સ

અરવલ્લીઃ શામળાજીના રાવતાવાડા ગામની સીમ પાસે એક કાર દ્વારા બાઈક ચાલકને ફંગોળી દેતા તેનું મોત થયાની ઘટના સામે આવી હતી. જોકે ઘટનાના થોડા જ સમયમાં…

gujarattak
follow google news

અરવલ્લીઃ શામળાજીના રાવતાવાડા ગામની સીમ પાસે એક કાર દ્વારા બાઈક ચાલકને ફંગોળી દેતા તેનું મોત થયાની ઘટના સામે આવી હતી. જોકે ઘટનાના થોડા જ સમયમાં પોલીસને એ વાત સમજવામાં વાર ના લાગી કે આ કોઈ અકસ્માત નથી પરંતુ એક પ્લાનીંગ સાથે કરવામાં આવેલી હત્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવકની પત્ની સાથે આ વ્યક્તિને પ્રેમ સંબંધ હતો અને તેના કારણે તેણે જાણી જોઈને કારથી બાઈકને પાછળથી ટક્કર મારીને અકસ્માત કર્યો છે. કારણ કે રોડ પર પટકાયા પછી કાર રિવર્સ કરવામાં આવી હતી અને તેના પર બે વખત ચઢાવી દેવાઈ હતી. એક રીતે સમગ્ર હત્યાની કહાની જાણે કોઈ બોલિવુડની ફિલ્મનો કોઈ સીન ચાલી રહ્યો હોય તેવી રીતે અંજામ સુધી લઈ જવાઈ હતી.

એક ટક્કરથી શ્વાસ ન ગયા તો…
અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં એક 32 વર્ષના પ્રકાશ માવજીભાઈ ડામોર નામના યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં એક અકસ્માતની ઘટના બની હતી. જોકે આ અકસ્માતમાં પ્રેમ પ્રકરણને કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે પરણિત મહિલા સાથેના પ્રેમ સંબંધ ચાલુ રાખવાને લઈને આ વ્યક્તિના બાઈકને પાછળથી કારથી ટક્કર મારીને તેની હત્યા કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં આ અકસ્માત કરવામાં આવ્યો હતો. મહિલાના પૂર્વ પ્રેમી ઈશ્વરએ બાઈક લઈને જતા મહિલાના પતિ પ્રકાશને પાછળથી કારથી ટક્કર મારી હતી.

વડોદરા: રેલવે ટ્રેક પરથી 3 ટુકડામાં મળેલી લાશ મામલે ઘટસ્ફોટ, પત્નીએ જ પ્રેમી સાથે મળી પતિની સોપારી આપી હતી

ઈકો કાર સાથે પ્રેમી મહિલાના પતિના બાઈકનો પીછો કરી રહ્યો હતો. દરમિયાન રાવતાવાડા ગામની સીમમાં બાઈક સવાર પતિને પૂર્વ પ્રેમીએ ઈકો કાર વડે પાછળથી ટક્કર મારી હતી. જોકે એક ટક્કરે પણ પ્રકાશના શ્વાસ ચાલી રહ્યા હોઈ શકે છે. જેને કારણે પૂર્વ પ્રેમીએ ઈકો કાર રિવર્સ કરી અને બે વખત તેના પર ફેરવી કાઢી. જેમાં ગંભીર ઈજાઓ થતા પ્રકાશનું સ્થળ પર જ મોત થયું હતું. મામલાની જાણકારી મળતા શામળાજી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે ફરાર પૂર્વ પ્રેમીને પકડવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસે તેની ઈકો કારને જપ્ત કરી લીધી છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp