તથ્યની જેમ છોટાઉદેપુરમાં રાહદારીને ફૂટબોલની જેમ ફંગોળનાર ઝડપાયો- CCTV થયા હતા વાયરલ

Urvish Patel

25 Jul 2023 (अपडेटेड: Jul 25 2023 3:04 PM)

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ છોટાઉદેપુર નગરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પાસે રોડ ઉપર પુર ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ છોટાઉદેપુર નગરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પાસે રોડ ઉપર પુર ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે રસ્તે ચાલતા યુવાનને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો. વડોદરાનો યુવાન હર્ષદ ગોકુળ મારવાડી પોતાના બનેવીને ત્યાં રહેવા આવ્યા હોય જેઓ વૃંદાવન સોસાયટી પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પાથેથી ચાલતા જતા હતા અને રંગપુર નાકા તરફ ફરવા નીકળ્યા હતા. જે સમયે અચાનક પાછળથી ઇન્ડિકા કાર પુર ઝડપે આવતી હોય જેણે યુવાનને ફુટબોલની જેમ હવામાં ફંગોળી દીધો હતો. જ્યારે રસ્તાની સાઈડે ઉભેલી બાઈકનો ખુરદો બોલાવી દીધો હતો. આ અકસ્માત જોઈ લોકોએ પણ ટ્રાફિકના નિયમોના સખત અમલવારીને લઈને માગ ઉઠાવી હતી.

કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ના કરવામાં આવે?: હાઈકોર્ટે લીધો ઉધડો

આરોપી પાસે લાયસન્સ પણ નહીં?
ઉલ્લેખનીય થોડા દિવસો પહેલા તથ્ય અને થાર કારના સગીર ચાલકને કારણે સર્જાયેલા અકસ્માતની પ્રજાને યાદ લાવી દીધી હતી. ખુલ્લા રોડ પર ચાલતો વડોદરાનો યુવાન હર્ષદ ભાઇ મારવાડી રંગપુર નાકા તરફ જતો હતો. ત્યાં અર્બન હેલ્થ સેન્ટર પાસે ચાલતાં જતાં હર્ષદ મારવાડીને પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટાટા ઇન્ડિકા કારે અક્સ્માત કરી હવામાં ફંગોળી દીધો હતો. આગળ ઉભેલી બાઈકને પણ ટક્કર મારી હતી. હર્ષદ મારવાડીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જનરલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ માથાના ભાગે ગંભીર ઇજા થતાં વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જેવા નાના નગરમાં પણ બેફામ કાર ચલાવતા નબીરાઓ સામે આવ્યા છે. આખરે આરોપી કાર ચાલક રોહિત નાયરની પોલીસે ધરપકડ કરી લીધી છે. ખાસ વાત એ છે કે રોહિત પાસે લાયસન્સ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp