નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક ફરી એક વખત એક લાંચીયો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. રવિ હરીશ ભાયાણી છોટાઉદેપુર સરકારી ઓફીસમાં જ ઝડપાઈ ગયો છે. લાંચિયાએ રેતીની લીઝની માપણી સીટ બનાવી હદ નિશાન બનાવવાના કામ કરવા માટે 1.5 લાખ રૂપિયાની માંગ કરી હતી. જે ACB ના હાથે ઝડપાઈ ગયો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ડ્રગ્સની બેફામ બોલબાલાઃ ગીતામંદિર બસ સ્ટેન્ડથી 2 કરોડનું MD ડ્રગ પકડાયું
માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી આવેલી છે. જ્યાં મોટા પ્રમાણમાં રેતીની લીઝ આવેલી છે ત્યારે સંખેડા તાલુકા નજીક જે વિસ્તાર છે ત્યાં રેતીની જેમાં લીઝની માપણીની સીટ બનાવી અને લીઝના હદના નિશાન બનાવવાના હતા અને આ કામ કરવાનું હતું જેના માટે લાંચીયા અધિકારી એ 1.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે માંગણી બાબતે ફરિયાદી દોઢ લાખ રૂપિયા આપવા માંગતો ના હતો. જેથી ફરિયાદીએ ACBને આની માહિતી આપી હતી અને એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે આજે લાંચનું છટકું ગોઠવીને ફરિયાદી સાથે રૂબરૂમાં વાત કરીને લાંચ પેટે 1.50 લાખ રૂપિયા લેતા આરોપી પકડાઈ ગયો છે. સર્વેયર જે છે એનું નામ રવિ હરીશ ભાયાણી છે, એની ઉંમર છે 33 વર્ષ અને એનો હોદ્દો છે સિનિયર સર્વેયર, ડી આઈ એલ આર કચેરી છોટાઉદેપુરમાં ફરજ બજાવતો હતો. લાંચિયો સર્વેયર જિલ્લા નિરીક્ષક જમીન દફતરની ઓફિસ રૂમ નંબર, 6 ડી.આઈ.એલ.આર કચેરી ખાતે તે પકડાઈ જતા છોટાઉદેપુર જિલ્લામાં ભારે હડકમ મચી જવા પામ્યો છે.
ADVERTISEMENT