આબુ રોડથી ઉતરતા બસની બ્રેક થઈ ફેલઃ ચાલકે દીવાલમાં ભટકાવી અને લોકોના જીવ બચ્યા

અંબાજીઃ માઉન્ટ આબુથી ઉતરી રહેલી એક એસટી બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે મુસાફરોથી લઈ, ડ્રાઈવર અને કંડક્ટરના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. જોકે…

gujarattak
follow google news

અંબાજીઃ માઉન્ટ આબુથી ઉતરી રહેલી એક એસટી બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે મુસાફરોથી લઈ, ડ્રાઈવર અને કંડક્ટરના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. જોકે ચાલકની સૂજબુજ કહો કે મુસાફરોની સારી કિસ્મત બસ દીવાલમાં ભટકાવી દેવાતા તમામના જીવ બચી ગયા હતા. હા બસને નુકસાન થયું હતું પરંતુ લોકોને જાનહાની ન થતા હાંશકારો થાય તેમ છે.

શું બની ઘટના
માઉન્ટ આબુથી આજે બુધવારે એક એસટી બસ મુસાફરો સાથે અમદાવાદ આવવાની હતી ત્યારે ઢાળ ઉતરી રહી હતી. દરમિયાન તે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ ચાલક બ્રેક લગાવે તો પણ બસ કાબુમાં આવી રહી ન હતી. દરમિયાન છીપાવેરી પાસે ચાલકે બસને દીવાલમાં ભટકાવી દીધી હતી. આ ઘટનામાં ચારથી પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. છીપાવેરી ચોકીના વડા ભવાનસિંહ પણ આ ઘટના બનતા સ્થળ પર દોડી આવ્યા હતા. બસમાં સવાર તમામ યાત્રિકોને નીચે ઉતારી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલાયા હતા. આ બસ માઉન્ટ આબુથી અમદાવાદ તરફ આવી રહી હતી.

(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

    follow whatsapp