બનાસકાંઠાઃ અમદાવાદથી આબુનો હાઈવે હાલ ભારે ટ્રાફિકથી ચક્કાજામ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં ત્રણથી ચાર કિલોમીટર જેટલી લાંબી કતારો વાહનોની થઈ ગઈ છે. આ ટ્રાફિક જામના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં અહીં કહેવાયું છે કે વાહનો ખોટકાઈ જવાને પગલે પણ અહીં ઘણો ટ્રાફિક જામ થયો છે. વરસાદમાં જાણે કે આવી સ્થિતિથી ઘણા લોકો પરેશાન થઈ રહ્યા છે.
ADVERTISEMENT
TATની પરીક્ષા જાહેર, 5 થી 15 જુલાઇ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે
ક્યાં થયો ભારે ટ્રાફિક જામ?
ગુજરાતીઓમાં વરસાદના મહોલમાં ફરવા જવાનો ચસ્કો હોય તે સ્વાભાવીક છે પરંતુ ખાસ કરીને પ્યાસીઓના ફેવરીટ પ્લેસીસ પૈકીના એક આબુ જવા ઘણા લોકો તલપાપડ થઈ ચુક્યા હશે અને ઘણા તો રવાના પણ થઈ ચુક્યા છે. આવામાં હાઈવેનો રસ્તો લેવો કેટલો સારો છે કે નહીં તે પણ જાણી લેવું જરૂરી છે. બની શકે કે તમારી મજાની આશાઓ પર પાણી ફરી વળે અથવા આશાઓ તંત્રના ખાડામાં પડી જાય તે પહેલા મોટી સજાથી બચી શકાય છે. કારણ કે જ્યાં મજાનો મૂડ હોય અને ટ્રાફિક જામ જેવી કોઈ સજા મળે તે કેટલું કંટાળા જનક હોય તે ટ્રાફિક જામમાં અટવાયેલો વ્યક્તિ જ સમજી શકે. હાલમાં બીજી કોઈ વાત નહીં કરતા આપણે મુદ્દા પર આવીએ તો અમદાવાદ-આબુ હાઈવે પર ઘણા વાહનો અટવાઈ ગયા છે. પાલનપુર સુરમંદિર નજીક ભરાયેલા પાણીમાં ઘણા વાહનો અટવાઈ ગયા છે. જેને કારણે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
(ઈનપુટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT