નવી દિલ્હી: દિલ્હીના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન ન માનવાનો અને તેમની ક્યારેય પૂજા ન કરવાનો શપથ લેતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ મુદ્દે હવે ગુજરાત ભાજપ આક્રમક થઇ ચુકી છે. ભાજપે આ વીડિયો દ્વારા આમ આદમી પાર્ટીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં પણ ભાજપે આ બાબતને મુદ્દો બનાવી AAPને ઘેર્યું છે.
ADVERTISEMENT
જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી આપને ઘેરી
આ અંગે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતા ન માત્ર ધર્માંતરણના કાર્યક્રમમાં હાજર રહે છે પરંતુ હિંદુ દેવી દેવતાઓને પુજીશું નહી તેવા શપથ પણ લેવડાવે છે. આ આમ આદમી પાર્ટીની હિન માનસિકતા છતી કરે છે. જે પ્રકારે હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે તે ગુજરાતીઓ સહન નહી કરે.
વિશાળ ધર્માંતરણના કાર્યક્રમમાં મંત્રી હાજર રહે તે શરમજનક
ધર્માંતરણનો આવડો મોટો કાર્યક્રમ દિલ્હીમાં આયોજીત થાય છે દેશની રાજધાનીમાં આવો કાર્યક્રમ થાય તે બાબત જ શરમજનક છે. આઝાદીમાં આવું ક્યારેપણ નહી થયું હોય. જાહેરમાં આ પ્રકારના શપથો વખતે બંધારણીય શપથ લીધા હોય તેવી વ્યક્તિ હાજર રહે તે હિંદુ સમાજનું અપમાન કરીને તેના પર થુંકવાનુ પાપ કર્યું છે.
હિંદુ સમાજની પરીક્ષા લેવાનું બંધ કરો
વાઘાણીએ કહ્યું કે, હું ચેતવણી આપુ છું કે હિંદુ સમાજની અગ્નિ પરિક્ષા લેવાનું બંધ કરો. કેજરીવાલનો નાટકીય ચહેરો ખુલ્લો પડ્યો છે. નાટક કંપનીએ અત્યાર સુધી આ મંત્રી પર કોઇ પગલા નથી લીધા.તે તેના ઇરાદો સ્પષ્ટ કરે છે. ભુતકાળમાં પણ કાશ્મીર ફાઇલમાં પંડિતો વચ્ચે, તોફાનોમાં તમારા મંત્રીઓ સંડોવાયેલા છે. ટુકડે ટુકડે ગેંગને પણ તમે સપોર્ટ કર્યો છે. તમારા આચરણ અને વ્યવહારમાં બંન્નેમાં આ વસ્તું છે તમારા ચાવવા અને બતાવવાના બંન્ને દાત ખુલ્લા પડ્યા છે. આ નેતા વિરુદ્ધ કડકમાં કડક પગલા તમારામાં હિંમત હોય તો લો.
ADVERTISEMENT