ગાંધીનગર : રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે ન અપાયો પરંતુ 550 કરોડના ફંડ દ્વારા 3થી 5 હજાર રૂપિયાનો વધારો આપવામાં આવ્યો હતો. જો કે પગાર વધારો ગ્રેડ પે સ્વરૂપે નહી પરંતુ સીધો જ વધારો આપવામાં આવ્યો હતો. જો કે પગારવધારા સાથે સાથે દરેક પોલીસ કર્મચારીએ એક બાંહેધરી પણ સાઇન કરવાની હતી. જેમાં તેઓને પગાર વધારાથી સંતોષ છે અને તેઓ ભવિષ્યે હવે ક્યારે પણ કોઇ પ્રકારના આંદોલનમાં નહી જોડાય તે પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પોલીસમાં લાંબા સમયથી કચવાટ હતો પણ કોઇ બોલી શકે તેમ નહોતું
જો કે તેમાં સાઇન કરવા મુદ્દે પોલીસ કર્મચારીઓમાં કચવાટ હતો. જો કે ફોર્સ હોવાના કારણે કોઇ સ્પષ્ટ રીતે બોલી કે કંઇ કરી શકે તેમ નહોતા. જેથી આપે ફરી વાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, આ બાંહેધરી પત્રક ગેરબંધારણીય છે. આ પ્રકારનું કૃત્ય હોઇ શકે નહી. આ અંગે ગૃહરાજ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાને આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. જો આ બાંહેધરી પત્રનો નિર્ણય 10 દિવસમાં પાછો ખેંચવામાં નહી આવે તો આમ આદમી પાર્ટીની લીગલ સેલ દ્વારા આ મુદ્દે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
જોગાનુજોગ કહો કે ખોફ સવારે મુદ્દો આપે ઉઠાવ્યો અને સાંજે નિર્ણય પાછો ખેંચી લેવાયો
જો કે આ કોઇન્સીડન્સ કહો કે આમ આદમી પાર્ટીનો ખોફ આજે અચાનક એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં અચાનક જાહેરાત કરી દેવાઇ હતી કે, પોલીસ કર્મચારીઓએ બાંહેધરી પત્રક ભરવું નહી પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુદ્દો લાંબા સમયથી ધુંધવાઇ રહ્યો હતો પરંતુ સરકાર આ મુદ્દે કાંઇ પણ બોલવા તૈયાર નહોતી. જો કે આજે આમ આદમી પાર્ટીએ સવારે મુદ્દો ઉપાડ્યો અને સાંજે તેનો ઉકેલ આવી ગયો હતો.
ADVERTISEMENT