રાજકોટ: રાજ્યભરમાં ચોમાસામાં ઠેર-ઠેર રોડ પરના ખાડાથી વાહન ચાલકો પરેશાન છે. રાજકોટમાં પણ છેલ્લા કેટલાક સમયથી ખરાબ રોડ-રસ્તાની સમસ્યાને લઈને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ફોનમાં વીડિયો બતાવી પડકાર ફેંક્યો
AAPના નેતા વશરામ સાગઠિયાએ પોતાના સ્માર્ટફોનમાં જ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા બતાવ્યા હતા અને સત્તાપક્ષ સામે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું જે રોડ બતાવું ત્યાં ખાડા ન હોય તો રાજીનામું આપી દઉં. તો ભાજપના કોર્પોરેટરો અને મયરે ખાડા પૂરવામાં આવ્યા હોવાનું કહીને, આવનારા દિવસોમાં તમારે રાજીનામું આપવાનું જ છે તેમ જણાવ્યું હતું.
ખડેભગ ઊભા રહી વિરોધ નોંધાવ્યો
કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન પ્રજાના પ્રશ્નો તથા રોડ અને રસ્તા મુદ્દે ચર્ચા અટકાવાતા AAPના બે કોર્પોરેટરોએ અનોખો વિરોધ કર્યો હતો. બંને કોર્પોરેટરોએ આખી સામાન્ય સભા દરમિયાન ખડેપગ ઊભા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. AAP નેતા વશરામ સાગઠિયાએ આ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટમાં લોકોના મણકા ભાંગી ગયા તેવા રોડ રસ્તા છે. ઓર્થોપેડિક હોસ્પિટલમાં 32 ટકા કેસોની સંખ્યા વધી છે.
ADVERTISEMENT