આપના નેતાએ સુરતની હોસ્પિટલમાં કર્યું સર્ચ ઓપરેશન, દારૂની ખાલી બોટલો ઝડપી 

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય આગેવાનો દેડકની જેમ, બહાર આવે છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની સંભાવના છે ત્યારે રાજકીય આગેવાનો ગુજરાતના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજકીય આગેવાનો દેડકની જેમ, બહાર આવે છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની સંભાવના છે ત્યારે રાજકીય આગેવાનો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં સભાઓ ગજવી રહ્યા છે અને રાજકીય માહોલ તૈયાર કરી રહ્યા છે. ગુજરાતમાં લઠા કાંડમાં 45થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને આ ઘટનાને લઈ રાજકારણ પણ ગરમાયું હતું. હજુ આ લોકોની વરસી પણ નહીં વાળી હોય ત્યારે ગુજરાતમાં ગૃહમંત્રીના જ શહેર સુરતની મહાનર પાલિકા સંચાલિત એક હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ દારૂની ખાલી બોટલ શોધી કાઢી છે અને ગુજરાતના દારૂબંધી પર ફરી સવાલ ઊભા કર્યા છે.

    follow whatsapp