અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી સતત એક્ટિવ જોવા મળેલી આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે. આપ જાણે છે કે સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચારનું પત્તું ફેંકવાનો ફાયદો પણ કેટલો છે. આમ આદમી પાર્ટી દ્વારા સીધી મતદારો સાથે ચર્ચા કરવાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરીને મોટો દાવ ખેલ્યો છે. કોઈ નેતાઓ મતદારો સાથે સોશિલય મીડિયા પર ચૂંટણ પહેલા ચર્ચા કરે અને વાત કરે તેવું ગુજરાતમાં ક્યારે જોવા મળે તો હાલ 2022ની ચૂંટણીમાં આ દાવ પણ જોવા મળી ગયો છે.
ADVERTISEMENT
સૌથી પહેલો પ્રશ્ન શું?
નીખીલ ચૌહાણ નામના વ્યક્તિએ પુછ્યું કે તમે જ્યારે એન્કર હતા ત્યારે ખેડૂતોન પ્રશ્ન ખુબ ઉઠાવ્યો. સીએમ બન્યા પછી તમે ખેડૂતો માટે શું કરશો જવાબ આપો? તો ઈસુદાન ગઢવીએ કહ્યું કે, દુનિયાના કોઈપણ ખેડૂતને લઈ લો તે પોતાની જાતે ભાવ નક્કી કરે છે. ભારતનો જ એક એવો ખેડૂત છે જે 75 વર્ષ થયા ભાજપ-કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતને ખેડૂત ન રહેવા દીધો અને જ્ઞાતી જાતીમાં વહેંચી દીધો છે. ખેડૂત પોતે ભાવ નક્કી કરી શકતો નથી. મુખ્યમંત્રીના શપથ લીધા પછી પહેલા શરૂઆતમાં ખેડૂતોને રાહત આપવી પડશે. 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરીશું. દોઢ વર્ષમાં ખેડૂતોની સિંચાઈની વ્યવસ્થા પુરી કરાશે. ખેડૂતને 12 કલાક દિવસની વીજળી આપીશું. દીપડાઓનો ખુબ ત્રાસ છે, સાપોની વચ્ચે રાત્રે પાણી વાળવું પડે છે. દિવસે પાણી મળશે. સૌથી અગત્યનું ભાવ પહેલા વર્ષે એવું થશે કે ખેડૂતો વાવણી કરવા જશે ત્યારે તેને ખબર હશે કે મારી ઉપજનો શું ભાવ આવશે. તેવી પાંચ ઉપજના ભાવ નક્કી કર્યા છે અને ધીમે ધીમે વધારતા જઈશું. વિવિધ ખેડૂતોને ડોક્યૂમેન્ટ્સ પણ અપાવવાની જવાબદારી લેવાની મારી ગેરંટી છે. ખેતર પર મન ફાવે ત્યાં થાંભલા નહીં નાખવા દઈએ. દોઢ વર્ષમાં ખેડૂતને ઉદ્યોગપતિ બનાવી દેવાશે.
કેજરીવાલ શું બોલ્યા
કેજરીવાલે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવીની કામગીરીને તેમણે યાદ કરી હતી. તેમણે કહ્યું કે, છ મહિના પહેલા જ્યારે એપ્રિલમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યારે અમને બીલકુલ આશા ન હતી કે લોકોનો આટલો પ્રેમ મળશે. કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે અને તે ગઢમાં ઘુસવું જ અસંભવ છે અને આજે નવેમ્બર આવતા આવતા જનતાનું એટલું સમર્થન મળી રહ્યું છે જે અમારી આશા કરતાં વધારે છે. ગુજરાતની જનતાનો તે બદલ ખુબ ખુબ આભાર. લોકો શાળાઓની ફી થી લોકો પરેશાન છે, શાળાઓની હાલત ખરાબ છે, હોસ્પિટલની હાલતને લઈને આમ આદમી પાર્ટી તરફ લોકો આશાથી જોઈ રહ્યા છે.
ADVERTISEMENT