રાજકોટઃ ગુજરાત આમ આદામી પાર્ટી દ્વારા આજે સવારે જ પોતાના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત કરી અને સાંજ પડતા પડતા તો સૌરાષ્ટ્ર સંગઠનમાં જાણે ગરમાવો આવી ગયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટીના નેતા રાજભા ઝાલા દ્વારા પાર્ટીમાં વડીલ નેતાઓને સાઈડ લાઈન કરાતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ અંગે તેમનું કહેવું છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુનો પણ ઉપયોગ માત્ર આર્થિક સંતોષ માટે કરવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે. તેમનું કહેવું છે કે, જે રીતે ટિકિટોની પાર્ટીમાં વહેંચણી થઈ રહી છે, કે જેને જોતા મને લાગે છે પાર્ટી કોઈ બીજી જ દિશામાં જઈ રહી છે.
ADVERTISEMENT
નારાજગીનો સૂર સૌરાષ્ટ્ર તરફથી આવ્યો
હજુ તો ચૂંટણીમાં સામે લડતા ઉમેદરવારો, નેતાઓને પડકારવાના છે ત્યાં તો સૌરાષ્ટ્ર આમ આદમી પાર્ટીના નેતાઓમાં નારાજગીનો દૌર શરૂ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પાર્ટીનો ચહેરો ઈસુદાન ગઢવીના નામની જાહેરાત સાથે લોકો વચ્ચે આજે અરવિંદ કેજરીવાલે જાહેર કર્યો. જે પછી સ્વાભાવીક રીતે ગમા અણગમા થવાના તે શક્યતાઓ જોવાઈ રહી હતી. જોકે તેવામાં તો સાંજ પડતા પડતા નારાજગીનો સુર સૌરાષ્ટ્ર તરફથી આવ્યો. જોકે અહીં મુખ્યમંત્રીનો ચહેરો કોણ બન્યું તેની નારાજગી ન્હોતી પરંતુ પોતાના જેવા વડીલ નેતાઓનું મહત્વ પાર્ટીમાં કેટલું તે પ્રશ્ન સાથે નારાજગી હતી. આ નારાજગી હતી આમ આદમી પાર્ટીના રાજભા ઝાલાની, ઝાલા અગાઉ ભાજપ, કોંગ્રેસ બંને પક્ષમાં રહી ચુક્યા છે. હાલ તેઓ આપ સાથે છે.
મહત્વના કામોમાં જુના નેતાઓની અવગણનાઃ ઝાલા
રાજભા ઝાલાએ આરોપ લગાવ્યા છે કે, પાર્ટીમાં નવા નેતાઓની એન્ટ્રી સાથે જુના નેતાઓની અવગણના થાય છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઈસુદાન ગઢવી કરતા તો પહેલાથી પાર્ટીમાં જોડાયા હતા. હવે બીજી બાજુ તેમણે એવું પણ કહ્યું છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા નેતાઓનો આર્થીક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે આ બાબતે હજુ ઈન્દ્રનીલ રાજ્યગુરુનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. કારણ કે તે બાબતને લઈને જો નારાજગી હોય તો તે ઈન્દ્રનીલ રાજ્યગુરુને હોવી જોઈએ અને તેમણે જ વ્યક્ત કરવી જોઈએ. જોકે રાજભા ઝાલા પણ પાર્ટીમાં લાંબો સમયથી કામ કરે છે, લોકો વચ્ચે રહે છે તો સ્વાભાવીક રીતે તેમને પાર્ટીમાં થતી હિલચાલમાં શામેલ થવું ગમે, પરંતુ તેમનું કહેવું છે કે અમને ટીકીટ વહેંચણી જેવા મહત્વના કામોમાં પણ સાથે રાખવામાં આવતા નથી. તેમના આવા આરોપોને પગલે પાર્ટીનું સૌરાષ્ટ્રનું સંગઠન ગરમાયું છે.
(વીથ ઈનપુટઃ નીલેશ શિશાંગિયા)
ADVERTISEMENT