આપ સરકારે મુસ્લિમ વકફ બોર્ડને 7 વર્ષમાં 101 કરોડ રૂપિયા દાન આપ્યા

નવી દિલ્હી : બધાને ખુશ કરવાની કવાયતમાં જોડાયેલી દિલ્હી સરકાર એક તરફ ભારતીય ચલણમાં લક્ષ્મીજી અને ગણેશજીની તસ્વીર છાપવાની વાત કરે છે. તો બીજી તરફ…

gujarattak
follow google news

નવી દિલ્હી : બધાને ખુશ કરવાની કવાયતમાં જોડાયેલી દિલ્હી સરકાર એક તરફ ભારતીય ચલણમાં લક્ષ્મીજી અને ગણેશજીની તસ્વીર છાપવાની વાત કરે છે. તો બીજી તરફ પોતાના શાસનકાળમાં દિલ્હી વકફ બોર્ડને 101 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું હતું. જેથી આ તરફ પણ ખુશ અને બીજી તરફ પણ ખુશ. છેલ્લા 7 વર્ષમાં દિલ્હી સરકાર વકફ બોર્ડને 101 કરોડ રૂપિયા આપી ચુકી છે. આરટીઆઇ અરજીના જવાબમાં માહિતી સામે આવી કે, ગત્ત સમગ્ર વર્ષમાં દિલ્હી સરકારે વકફ બોર્ડને એક કરોડ રૂપિયાથી વધારેની એક રકમ આપી છે.

RTI માં મુસ્લિમ વકફ બોર્ડને અપાયેલા દાનની વિગત બહાર આવી
RTI એક્ટિવિસ્ટ અજય બોઝે કરેલી અરજીમાં સામે આવ્યું કે, 2015 થી અત્યાર સુધીમાં રાજ્ય સરકાર તરફથી દિલ્હી વકફ બોર્ડને અપાયેલા અનુદાનમાં 2015-16 દરમિયાન 1.25 કરોડ રૂપિયા. 2016-17 માં 2.37 કરોડ રૂપિયા, 2017-18 માં 5 કરોડ રૂપિયા અને 2018-19 માં 8.85 કરોડ રૂપિયા વકફ બોર્ડને અનુદાન તરીકે ચુકવ્યાં છે.

કયા વર્ષમાં કેટલું દાન મળ્યું તેની વિગતવાર માહિતી
નાણાકીય વર્ષ 2019-20 માં દિલ્હી વકફ બોર્ડને દિલ્હી સરકારે 22.72 કરોડ રૂપિયા અનુદાન આવ્યું છે. આરટીઆઇના જવાબમાં લખ્યું છે કે, ત્યાર બાદ 2021-22 માં સરકાર ગત્ત વર્ષની તુલનાએ અનુદાન ત્રણ ગણું વધારીને દિલ્હી વકફ બોર્ડને 62.57 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. આ અનુદાનોનું કુલ ટોટલ 101 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. સૌથી મહત્વની વાત છે કે, દિલ્હી સરકાર પહેલા કેન્દ્રની યુપીએ સરકાર પણ ગુપ્ત રીતે ચુપચાપ વકફ બોર્ડની આશરે સૌ કરોડ રૂપિયાની સંપત્તી સોંપાઇ ચુકી છે.

2014 માં ચૂંટણી જાહેર થાય તે પહેલા UPA 2 સરકારે પણ કરી લ્હાણી
2014 માં કેન્દ્રમાં કોંગ્રેસ નેતૃત્વની યુપીએ સરકાર પોતાના અંતિમ તબક્કામાં હતી. ચૂંટણીની જાહેરાત થવાની હતી. સરકાર પોતાની અંતિમ ઘડીનો અહેસાસ થઇ ગયો હતો. ફરી સત્તામાં નહી આવે તેવા ભણકારાને પગલે સ્થિતિ સંભાળવા માટે મનમોહન સરકારનીલુટિયન્સ દિલ્હીમાં 123 સરકારી સંપત્તીઓ વકફને વિદાઇ પહેલા ચુકવી દીધી હતી.

મનમોહનસિંહ સરકારે ગુપ્ત આદેશ કર્યો અને…
2014 માં સામાન્ય ચૂંટણીની જાહેરાતના થોડા અઠવાડીયા પહેલા એટલે કે માર્ચના પહેલા અઠવાડીયામાં મનમોહન સિંહ સરકારના કેબિનેટે નક્કી કરીને એક ગુપ્ત રિપોર્ટ દ્વારા તેની માહિતી મંગાવી હતી. આ કથિત ગુપ્ત નોટ અનુસાર સંપદા કનોટ પ્લેટ, અશોક રોડ, મથુરા રોડ, લોધી સ્ટેટ સહિત વીવીઆઇપી એન્કલેવ જેવા પોશ વિસ્તારોમાં છે. સુત્રો અનુસાર ત્યારે સરકાર તરફથી દિલ્હી કફ બોર્ડના અધિકારીઓને ફોન કરીને કહેવાયું હતું કે, યાદીમાં નોંધાયેલી ઐતિહાસિક મહત્વની 123 સરકારી સંપત્તીઓની ઓળખ કરી લેવી. આ સંપત્તી તેમને ટ્રાન્સફર કરી દેવામાં આવે.

    follow whatsapp