અમદાવાદ : ગુજરાત વિધાનસભાના બંન્ને તબક્કાના મતદાન પુર્ણ થઇ ચુક્યા છે. પ્રથમ તબક્કા અને બીજા તબક્કાનું મતદાન થઇ ચુક્યું છે. જો કે કોઇ પણ વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી સૌથી સટીક રહેલા AAJTAK અને AXIS ના સર્વેનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. જેના અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેટલી જ સીટો જીતી રહી છે. આ ઉપરાંત ખુબ જ સારો વોટ શેર પણ પ્રાપ્ત કરી રહી છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીને મળી રહી છે 21 સીટ
અત્રે ઉલ્લેખનીય છે કે, AAJTAK નો સર્વે અત્યાર સુધીમાં સૌથી સચોટ સર્વે રહ્યો છે. જેના અનુસાર ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. જેના અંતર્ગત ભાજપને 131-151 સીટો મળી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસને 16-30 કોંગ્રેસને સીટો મળી રહી છે. જ્યારે AAP ને 9-21 સીટો મળી રહી છે. જ્યારે અન્યને 01-06 સીટો મળી રહી છે. તેવામાં કોંગ્રેસની સૌથી વધારે 30 ને ધ્યાને રાખો અને આમ આદમી પાર્ટીની સૌથી વધારે 21 સીટોને જીતી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી 21 સીટો સાથે ખુબ જ મોટી પાર્ટી બની રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી 15-20 ટકા વોટ શેર કરી રહી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ શેરિંગ બાબતે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી 15-20 ટકા શેર પ્રાપ્ત કરી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી ખુબ જ આક્રમક રીતે ન માત્ર આગળ વધી રહી છે. પરંતુ ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઇ સ્થાન નથી તે વાયકાને પણ ખોટી ઠેરવી રહી છે.
ADVERTISEMENT