AAPની શિક્ષણનીતિ પર હર્ષ સંઘવીને કેમ દયા આવી? વાંચો ઈસુદાનનો સણસણતો જવાબ…

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પોતાના દિલ્હીના શિક્ષણ મોડલને ગુજરાતમાં લાવવાની રણનીતિ બનાવી હતી. આ મુદ્દે…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પોતાના દિલ્હીના શિક્ષણ મોડલને ગુજરાતમાં લાવવાની રણનીતિ બનાવી હતી. આ મુદ્દે હર્ષ સંઘવીએ શિક્ષણનીતિ મુદ્દે AAP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે મને અત્યારે આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિ પર દયા આવી રહી છે. તો બીજી બાજુ આનો વળતો જવાબ આપવા માટે ઈસુદાન ગઢવીએ સણસણતું નિવેદન આપ્યું છે.

AAPનું શિક્ષણ મોડલ નબળું છે- હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ એક અહેવાલને શેર કર્યા પછી આમ આદમી પાર્ટીના શિક્ષણ મોડલ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે આ મોડલને દયનિય જણાવી દીધું હતું. નોંધનીય છે કે હર્ષ સંઘવીએ કહ્યું કે શિક્ષકોને પગાર આપવા કરતા કેજરીવાલ જાહેરાતો અને PR કરવાને જ વધારે મહત્ત્વ આપે છે.

દિલ્હીના શિક્ષણ મોડલ અંગે ઈસુદાનનો જવાબ…
હવે આ શિક્ષણના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મોડલ વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે આના પર નિશાન સાધ્યું હતું. તેવામાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે અત્યારે વૈશ્વિક સ્તરે દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ થઈ રહ્યા છે. તેવામાં બીજી બાજુ ગુજરાતમાં 3 હજાર શાળાઓને બંધ કરવામાં આવી છે જ્યારે 700 શાળાઓમાં માત્ર 1 જ શિક્ષણ દ્વારા ગાડુ ચલાવવામાં આવી રહ્યું છે.

કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે…
AAPમાં અત્યારે નર્મદા બેઠક પરથી પ્રફુલ વસાવાને ટિકિટ મળી એનો હોબાળો એક બાજુ ચાલુ છે તો બીજી બાજુ સ્થાનિક કાર્યકર્તાઓએ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે. 12 અને 13 સપ્ટેમ્બરના દિવસે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

    follow whatsapp