ત્રિપાંખિયો ચૂંટણી જંગઃ AAPએ વિધાનસભા ચૂંટણી પહેલા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પહેલીવાર સમગ્ર ગુજરાતના…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં આ વખતે રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી પહેલીવાર સમગ્ર ગુજરાતના રાજકારણનું વાતાવરણ ગરમાયું છે. તેવામાં આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 માટેના 9 ઉમેદવારોનું બીજુ લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. અગાઉ AAPએ 10 ઉમેદવારોની યાદી બહાર પાડી હતી.

જોકે હજુ સુધી આમ આદમી પાર્ટીએ પોતાના દિગ્ગજ નેતાઓ ક્યાંથી ઉભા રહેશે એની જાહેરાત કરી નથી. રિપોર્ટ્સ પ્રમાણે આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી બહાર નહીં પાડે ત્યાં સુધી કોઈ અણસાર નહીં આવવા દે. ત્યારપછી આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવીથી લઈ ગોપાલ ઈટાલિયાના નામ જાહેર કરી શકે છે.

આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતારેલા ઉમેદવારો

  • AAPએ ચોટિલાથી રાજુ કરપાડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  • આમ આદમી પાર્ટી તરફથી માંગરોલથી પિયુષ પરમારને મેદાનમાં ઉતારાયા છે.
  • AAPએ જામનગરથી કરસનભાઈ કરમુરને મેદાનમાં ઉતાર્યા છે
  • ગોંડલથી નિમિશા ખુંટને ચૂંટણીના મેદાનમાં ઉતારાયા છે
  • ચોર્યાસીથી પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર આપ તરફથી મેદાનમાં ઉતર્યા છે.
  • વાંકાનેરથી વિક્રમ સોરાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
  • દેવગઢ બારિયાથી ભરત વખાલાને આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
  • અસારવાથી જે.જે.મેવાડાની પસંદગી કરવામાં આવી છે.
  • ધોરાજીથી વિપુલ સખિયા AAP તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

અગાઉ આમ આદમી પાર્ટીએ 10 નેતાની યાદી બહાર પાડી
ગુજરાતની ચૂંટણીમાં આ ત્રિપાંખીયા જંગ જાવશે એવામાં આમ આદમી પાર્ટીએ 10 સીટો પરથી ઉમેદરવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભેમાભાઈ ચૌધરી, જગમલ વાળા, સાગર રબારી, સુધીર વાઘાણી, રાજેન્દ્ર સોલંકી, ઓમ પ્રકાશ તિવારી, વશરામ સાગઠિયા અર્જુન રાઠવા, રામ ધડુક તથા શિવલાલ બારસિયાનો તક આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉતારેલા આ 10 ઉમેદવારો કોણ છે તથા તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તેના પર એક નજર કરીએ.

ઉમેદવારોની યાદી

    follow whatsapp