AAP ઉમેદવાર સામે ફરિયાદઃ વિશાલ ત્યાગીની પોલીસે કરી છેતરપીંડીના કેસમાં અટકાયત

દર્શન ઠક્કર.જામનગરઃ આપના જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર સામે ફરિયાદ છે. જામનગર 79 વિધાનસભા દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડતા વિશાલ ત્યાગીની પોલીસે અટકાયત કરી છે. તેમની…

gujarattak
follow google news

દર્શન ઠક્કર.જામનગરઃ આપના જામનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર સામે ફરિયાદ છે. જામનગર 79 વિધાનસભા દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડતા વિશાલ ત્યાગીની પોલીસે અટકાયત કરી છે. તેમની સામે ત્રણ લાખ રૂપિયાની છેતરપીંડી કર્યાનો કેસ છે. જામનગર પોલીસે તેમની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શ્રીનાથજીના દર્શન કરી પરત આવતા પોલીસે કરી અટકાયત
જામનગર શહેરમાં રહેતા અને તાજેતરમાં જ 79 જામનગર દક્ષિણ બેઠક પર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડેલા વિશાલ ત્યાગી સામે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાવીન નકુમ નામના વ્યકિતએ ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા વિશાલ ત્યાગીના કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ફ્લાવર લગાવવાનું કામ રાખ્યું હતું. જે કામ કર્યા બાદ વિશાલ ત્યાગીએ કામના 25 હજાર રૂપિયા અને ત્રણ લાખના આર્ટિફિશિયલ ફ્લાવર પરત ન આપતા જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિશાલ ત્યાગી આજે શ્રીનાથજી દર્શન કરી પરત આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ પાસે પોલીસ દ્વારા આ ગુના સબબ તેની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    follow whatsapp