આમ આદમી પાર્ટીએ આ નેતાને હાંકી કાઢ્યા, શક્તિસિંહનું મિશન સક્સેસફુલ?

અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. ભાજપ જન સંપર્કથી લોકો વચ્ચે જઈ રહ્યું છે.…

gujarattak
follow google news

અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડ પર જોવા મળી રહ્યા છે. ભાજપ જન સંપર્કથી લોકો વચ્ચે જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી અને કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠન પર ધ્યાન આપી રહી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પદ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયા જોવા મળતા રાજકોય ગતિવિધિઓ તેજ થઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીએ આજે વશરામ સાગઠિયાનું સભ્ય પદ રદ કર્યું છે.

આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરઠિયાએ વશરામ સાગઠિયાને પત્ર લખી કહ્યું કે આપના વિરુધ્ધ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા સતત ફરીયાદ મળતી રહે છે કે આપ પાર્ટીના પદનો દુર ઊપયોગ કરી પાર્ટી વિરુધ્ધ કામ કરી રહ્યા છો. પાર્ટી દ્વારા આ વાતની તપાસ કરવામાં આવતાં કાર્યકર્તાઓની ફરિયાદ સાચી જણાઈ આવતા આપને શિસ્ત ભંગના પગલાના ભાગ રુપે પાર્ટીના તમામ પદો પરથી સેવા નિવૃત્ત કરવામાં આવે છે. આપનું સભ્યપદ આથી રદ કરવામાં આવે છે.

વીડિયો થયો હતો વાયરલ
શક્તિસિંહ ગોહિળે રવિવારે ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજી હતી. આ દરમિયાન વશરામ સાગઠિયાનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં AAP નેતા વશરામ સાગઠિયાની સાથે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી દેખાયા હતા. વીડિયોમાં વશરામ સાગઠિયા પોતાને કેમેરાથી છુપાવતા હોય તેમ દેખાઈ રહ્યું હતું. અગાઉ રાજકોટમાં વોર્ડ નં. 15માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને બે કોર્પોરેટરો વશરામ સાગઠિયા અને કોમલ બારઈ AAPમાં જોડાયા હતા. બંને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે કામ કરી રહ્યા છે.

ઇન્દ્રનીલ સાથે છોડ્યું હતું કોંગ્રેસ
ગત વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી AAPમાં જોડાયા હતા. જો કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિધાનસભાની ચૂંટણી પહેલા ઘરવાપસી કરી હતી. પરંતુ સાગઠિયા હજુ પણ AAP માં જ હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ આજે તેમણે ફરજમુક્ત કર્યા છે.

કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે
વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટી દ્વારા ફરજમુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન તે હવે કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે. વશરામ સાગઠિયા અને શક્તિસિંહ ગોહિલને પારિવારિક સબંધો છે. ત્યારે શક્તિસિંહ ગોહિલને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા હવે તે કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે.

    follow whatsapp