Rajkot Latest News: દિવાળી પહેલા મોરબીમાં ફટાફડા ફોડવા મામલે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી છે. મોરબીના લાભનગરમાં નામચીન ઈસમે આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા આધેડનું સારવાર
ADVERTISEMENT
ફટાકડા દૂર ફોડવાની કરી અપીલ
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલી નામનો યુવક પરિવાર સાથે ફટાકડા ફોડી રહ્યો હતો. ત્યારે લાખાભાઈના પત્ની બીમાર હોવાથી તેઓએ વલીને થોડે દૂર ફટાકડા ફોડવાની અપીલ કરી હતી. આ દરમિયાન વલી ઉશ્કેરાઈ ગયો હતો અને લાખાભાઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ દરમિયાન રાજેશભાઈ ગઢવી (ઉં.વ 48) બંનેને સમજાવવા વચ્ચે પડ્યા હતા.
યુવકે ઝીંકી દીધા છરીના ઘા
રાજેશભાઈ વલીને થોડે દૂર ફટાકડા ફોડવા જણાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને રાજેશભાઈ ગઢવીને છરીના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે પહેલા મોરબીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી તેઓને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓને મૃત્યુ નિપજ્યું હતું.
મોરબી પોલીસે હાથ ધરી તપાસ
હાલ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT