જૂનાગઢ: ભારત સંત અને શૂરાઑની ધરતી છે. ભારતનું આદ્યાત્મ દેશ વિદેશના લોકોને આકર્ષીત કરે છે. આદ્યાત્મનું જ્ઞાન લેવા વિદેશથી લોકો ભારતમાં આવતા હોય છે. ત્યારે મહાશિવરાત્રી પહેલા જ દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શિવજીના દર્શન કરવા માટે જૂનાગઢ આવતા હોય છે. જૂનાગઢની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં ભરાતો ભવનાથનો મેળો ફક્ત ભારતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે શિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી લોકો આવી પહોંચે છે. ત્યારે આ ભવનાથના મેળામાં એક રશિયન યુવતી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ યુવતી અખાડાના સાધુઓ સાથે ભગવો ધારણ કરીને બેઠી છે. આ યુવતીએ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત થઈને હિન્દુ સનાતન ધર્મ અપનાવી લીધો છે અને અખાડામાં સાધ્વી બનીને અન્નપૂર્ણાગીરી નામ પણ ધારણ કર્યુ છે.
ADVERTISEMENT
જાણો કોણ છે આ યુવતી
જૂનાગઢ ખાતે શરૂ થયેલ મહા શિવરાત્રિના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલી યુવતી રશિયાની છે. 18 વર્ષની ઉંમરની યુવતીને યોગમાં રસ હોવાને કારણે તેણે શરીરમાં રહેલા સાત ચક્રો પર સંશોધન કર્યું હતું. યોગ પર વધુ અભ્યાસ કરવા માટે તે US ગઈ હતી. ત્યાં યોગ પર અભ્યાસ કરીને અનેક પ્રમાણપત્રો મેળવ્યા હતા.
આ કારણે ભારત આવી બની સાધ્વી
યોગમાં રુચિ હોવાના કારણે આ યુવતી 17 વર્ષની ઉંમરે પોતાના યોગ ગુરુ સાથે પહેલીવાર ભારતમાં કેદારનાથમાં યોગ માટે આવી હતી. ભારત આવ્યા બાદ સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ હતી. જેના કારણે તેમી અખાડામાં સાધ્વી બનાવવાનું નક્કી કર્યુ હતુ. યુવતી જ્યારે સનાતન ધર્મ અપનાવીને આવાહન અખાડામાં સાધ્વી બની ત્યારે તેને અન્નપૂર્ણાગીરી નામ આપવામાં આવ્યુ હતું.ત્યારે સાધ્વી બનવા મામલે તેમણે જણાવ્યું કે, હું નાનપણથી યોગ સાધના અને શિવજીથી પ્રભાવિત છું, તેથી મેં સનાતન ધર્મ અપનાવ્યો છે. હું અત્યારે રૂદ્રપ્રયાગ ખાતે રહુ છું. ગત વર્ષે પણ ભવનાથ ખાતે આવી હતી અને ભોળાનાથની ધુણી ધંખાવી હતી. આ વર્ષે ફરી વખત ભોળાનાથની ધુણી ધંખાવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT