સુરત: દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે અવિરત વિકાસ થયો છે. ત્યારે અવનવી ટેકનોલોજીથી અનેક ગંભીર બિમારીઓની સારવાર સહેલી અને શક્ય બની છે. ત્યારે નવી ટેકનોલોજીથી ઉત્તમ સારવારનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સ્મીમેરમાં 42 કિલો વજન ધરાવતી મહિલાના પેટમાંથી 8 કિલોની કેન્સરની ગાંઠ કાઢીને મહિલાનો જીવ બચાવ્યો હતો.
ADVERTISEMENT
46 વર્ષની મહિલાને થોડાં દિવસથી પેટમાં દુ:ખાવો રહેતા સ્મીમેરમાં દવા લેવા આવી હતી. તબીબોએ તપાસ કરતા કેન્સરની ગાંઠ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી સર્જરી કરવાનું નક્કી કરાયું હતું. શુક્રવારે કેન્સર સર્જન ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફે 5 કલાક ઓપરેશન કરીને આ ગાંઠને બહાર કાઢી હતી.
ભાગ્યેજ જોવા મળે છે આ ગાંઠ
ઓપરેશન કરવામાં આવેલ 46 વર્ષીય મહિલાનું વજન 42 કિલો હતું અને તેના પેટમાંથી 8 કિલોની ગાંઠ હતી. આ ગાંઠ 30 સેમી લાંબી અને 20 સેમી પહોળી હતી. ગાંઠ કિટની ફરતે વિંટળાઈ ગઈ હતી. ડોક્ટરોએ પહેલા કિડની બહાર કાઢી ગાંઠને કાઢી ત્યાર બાદ ફરી કિડની લગાવી હતી. તબીબોના મતે આટલી મોટી સાઈઝની કેન્સરની ગાંઠ ભાગ્યે જ જોવા મળે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો અંદાજે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ સ્મીમેરમાં વિનામૂલ્યે ઓપરેશન થઈ ગયું હતું.
આ પણ વાંચો: IPS અધિકારીની પુત્રી પર હુમલો કરવો પડ્યો ભારે, કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
જાણો શું કહ્યું ડોક્ટરે
આ આકરું ઓપરેશન પાર પાડનાર સિમવેર હોસ્પિટલના ડો.ઘનશ્યામ પટેલે આ ઓપરેશનને લઈ હ્યું હતું કે, ‘સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ અનેક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આટલી મોટી ગાંઠ રેર છે, તેનું ઓપરેશન પણ ક્રિટિકલ હોય છે. આ મહિલાનું ઓપરેશન કરતાં 5 કલાકનો સમય લાગ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT