અમદાવાદ: શહેરના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. મંગળવારે રાત્રે બંગલાના પાછલનો 10 ફૂટ જેટલો ભાગ ધસી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં મંગળવારે રાત્રે મોટી ઘટના ઘટી હતી. જેમાં લોકોના જીવ ટાળવી ચોંટયા હતા. મણિનગરમાં બંગલા પાછલનો 10 ફૂટ જેટલો ભાગ ધસી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં રહેવાસીઓ પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને રાત ઘરની બહાર જ વિતાવી હતી.
10 ફૂટની દીવાલ તૂટી પડી
દીવાલ તૂટી પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના ધર્મન બંગ્લોઝ, રમણનગર બંગ્લો નંબર 1, 2માં વધારે નુકસાન થયું છે. ચાર બંગલાને જોડતી 10 ફૂટની દીવાલ તૂટી પડવાની ઘટના બની છે. બનાવ બનતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ ઘટના બનતા બંગ્લોમાં રહેતા લોકોમાં ફફડાટ પેસી જતા પોતાના ઘરમાં જતા ડરતા હતા જેના કારણે તેમણે આખી રાત ઘરની બહાર જ વીતાવી હતી.
સાઈટ સીલ કરી દેવાનો નિર્ણય
હોસ્પિટલના બાંધકામ સમયે આ ઘટના બની હતી. દુર્ઘટના બન્યા બાદ AMC દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કંસ્ટ્રક્શન સાઈટ સીલ કરી દેવાનો નિર્ણય લીધો છે. ત્યારે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈને નુકશાન નથી થયું.
આ પણ વાંચો: વડોદરામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ, 3 દિવસે મળી લાશ
પોતાના જ ઘટમાં જતાં ડર્યા
આ ઘટના અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, ઘરમાં એવી હાલત છે કે, પગ મૂકતા પણ ડર લાગે છે. અમારા ઘરને પણ સીલ મારવામાં આવ્યું છે તો હવે અમારે શું કરવાનુ? આ ઘટના બાદ એન્જિનિયર, ડૉક્ટર સહિતના તમામ લોકોનો અતોપતો નથી મળી રહ્યો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT