રાજેશ આંબલીયા, મોરબી: એક તરફ રાજ્યમાં દારૂબંધીને વાતો થઈ રહી છે. બીજી તરફ દારૂ પીનારા અલગ અલગ તરકીબથી દારૂ માંગવી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ હાઇવે ઉપર વિરપર GIDCમાં આવેલી એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપનીમાં એક પાર્સલ આવતા દોડધામ મચી ગઇ હતી. ગોવાથી આવેલ પાર્સલ કોનું હતું તે નક્કી ન થતા આખરે પાર્સલ ખોલતા કંપની માલિક ચોકી ગયા હતા. પાર્સલ માં જુદી જુદી બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ હતો. કોઈ ભેજાબાજ શખ્સે ગોવાથી વિદેશી દારૂની બોટલનું પાર્સલ મંગાવતા ટ્રાન્સપોર્ટ દ્વારા આ પાર્સલની ડિલિવરી ફેકટરી સંચાલક ને કરી હતી. આ મામલે ટંકારા પોલીસ મથકમાં પાર્સલ મંગાવનાર આરોપી સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
ADVERTISEMENT
વીરપર GIDC માં એશીયન ફ્લેક્સીપેક ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ નામની કંપની ધરાવતા જીતેન્દ્રભાઇ રસીકલાલ ગડારાએ ટંકારા પોલીસ મથકમાં મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા મિલનભાઇ ફુલતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેઓ ફેક્ટરીએ ગયા ત્યારે ફેકટરીના ગેઇટ ઉપર ટ્રાન્સપોર્ટનું પાર્સલ આવતા ચોકીદારે ઓફિસમાં પાર્સલ અંગેની જાણ કરી હતી. જો કે આ પાર્સલ કંપનીના નામે આવ્યું હોય કોણે પાર્સલ મંગાવ્યું તે અંગે તપાસ કરતા ફેકટરીમાંથી કોઈએ મંગાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું.
પાર્સલ અંગે ટ્રાન્સપોર્ટ ઓફિસે તપાસ કરતા કોઈ વ્યક્તિ આ પાર્સલ લેવા ટ્રાન્સપોર્ટ આવ્યો હતો પરંતુ ડોર સ્ટેપ ડિલિવરી હોય પાર્સલ આપ્યું ન હોવાનું જણાવી પાર્સલ લેવા આવનારનો વિડીયો ટ્રાન્સપોર્ટ સંચાલકે ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ફેકટરી માલિકે આ વીડિયો જોતા ફેક્ટરીનો કર્મચારી આરોપીને ઓળખી ગયો હતો અને આ વ્યક્તિ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતો મિલન ફુલતરિયા હોવાની ઓળખ થતા ટંકારા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગોવાથી જુદી – જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 360 કિંમત રૂપિયા 70,080 કબ્જે કરી આરોપી મિલન ફુલતરિયા વિરુદ્ધ આઈપીસી કલમ 465, 467, 468, 471 તથા પ્રોહી.એકટ કલમ- 65એ,ઇ, 116બી, મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT