અખાત્રીજે હજારો વર્ષ બાદ બની રહ્યો છે અનોખો સંયોગ, 4 રાશીઓનું સોનું જ સોનું

અમદાવાદ : આ વખતે અક્ષય તૃતિયાના દિવસે બૃહસ્પતી ગોચરના યોગ બની રહ્યા છે. આ ચાર રાશીઓને આ યોગ ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.આ…

gujarattak
follow google news

અમદાવાદ : આ વખતે અક્ષય તૃતિયાના દિવસે બૃહસ્પતી ગોચરના યોગ બની રહ્યા છે. આ ચાર રાશીઓને આ યોગ ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.આ વર્ષે અક્ષય તૃતિયા 22 એપ્રીલે મનાવવામાં આવશે. અક્ષય તૃતિયા પર વર્ષો બાદ ગુરૂવારે ગોચર થવા જઇ રહ્યું છે. આ દિવસે દેવગૂરૂ બૃહસ્પતિ મીનથી મેશ રાશીમાં પ્રવેશ કરશે. આ અદ્ભુત સંયોગ 4 રાશીઓને લાભદાયક સાબિત થશે.

મેષ : વ્યાપારની દ્રષ્ટીએ સમય ખુબ જ અનુકુળ લાગી રહ્યો છે. ખરીદ-વેચાણમાં લાભ થશે. રોકાયેલા તમામ કામ અને પૈસા પણ આવી શકે છે. શત્રુઓનો આપોઆપ નાશ થશે.

મિથુન : મિથુન રાશિના લોકોનું સ્વાસ્થય ખુબ જ સારૂ રહેશે. પુરાના રોગો પણ સારા થઇ જશે. વિદ્યાર્થી પ્રતિયોગીઓ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ યોગ મિથુન રાશીના લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. ઉધાર પૈસા અથવા ફસાયેલા નાણાઓ તમને પરત મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ઝડપથી પુરા થવા લાગશે.

સિંહ : માન-સન્માનમાં વૃદ્ધી થશે. અધિકારી પ્રસન્ન રહેશે. કોઇ શુભ સમાચાર પણ મળી શકે છે. સુખદ યાત્રાનો યોગ પણ જોવા મળી રહ્યો છે. પરિવાર સાથે સર્વોચ્ચ સમય પસાર કરી શકશો.

ધન : આર્થિક લાભ થવાની સંભાવના છે. નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થય સારૂ રહેશે. પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરશો. જીવનસાથીની સાથે પણ સંબંધોમાં મીઠાશ આવશે. તણાવ દુર થશે.

    follow whatsapp