જામનગરમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી,10 જેટલા લોકો ફસાયા હોવાની શક્યતા

જામનગર: રાજ્યમાં અનેક બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. અષાઢી બીજમાં રથ યાત્રા દરમિયાન જ એક મકાનની બાલ્કની ધરાશાયી થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. ત્યારે…

gujarattak
follow google news

જામનગર: રાજ્યમાં અનેક બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે. અષાઢી બીજમાં રથ યાત્રા દરમિયાન જ એક મકાનની બાલ્કની ધરાશાયી થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું. ત્યારે હવે આજે આખો ત્રણમાળનો બ્લોક ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 10 લોકો દબાયા હોવાની શક્યતા છે.

સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. ત્યારે રાજ્યમાં જર્જરિત બિલ્ડિંગ હવે મોટી સમસ્યા બની રહી છે.   ત્યારે આ અકસ્માતને પગલે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં બેથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા.

જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોવાની સંભાવના છે.  જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. ત્યારે હાલ અકસ્માતને પગલે મૃત્યુના કોઈ સમાચાર નથી.
(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)

    follow whatsapp