અમદાવાદ: હવામાન વિભાગના અનુસાર લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું થશે. આ દરમિયાન માંગરોળના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણના પલટા બાદ માંગરોળ બંદરમાં એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ADVERTISEMENT
અમરેલીમાં લગાવવામાં આવ્યું એક નંબરનું સિગ્નલ
અમરેલીમાં હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે. ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદણી અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈને લગાવ્યું છે.
દરિયામાં જોવા મળ્યો કરંટ
વાતાવરણમાં પલટો આવતા દરિયામાં સાઇક્લોની અસરથી દરીયામા કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોએ દરીયો નહીં ખેડવા અને દરીયાની અઅંદર માછીમારી કરવા તથા દરિયામાં ગયેલી બોટોને સાવચેતી રાખવાની તંત્રએ સુચના આપી છે.
માછીમારોને પડ્યા પર પાટુ
હાલ માછીમારો મુસીબતોનો સામનો કરી રહ્યા છે અને બેકાર ન બને તે માટે કોશિશ કરી રહ્યા છે અને માછીમાર નો ધંધો થોડો મંદ હોવાથી થોડું જોખમલેવા માછીમારો મજબુર બન્યા છે
ADVERTISEMENT