Vadodara News: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ મળે અને સુરક્ષા વ્યવસ્થામાં પણ કોઈ પણ પ્રકારની ક્ષતિને રહે તે બાબતે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરતું હોય છે, તેમ છતાં એક કિસ્સો એવો બન્યો કે જેણે સમગ્ર શિક્ષણ સમિતિના તંત્રને હચમચાવી નાખ્યું.
ADVERTISEMENT
વિદ્યાર્થિનીને આંખમાં વાગ્યો પથ્થર
તાજેતરમાં જ સપ્તાહ પૂર્વે વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં ધો.3માં અભ્યાસ કરતી અરીમા ફાતીમાં નામની વિદ્યાર્થિનીની ઘરેથી હસતી રમતી સ્કૂલે પહોંચી હતી, પરંતુ સાંજના સુમારે સ્કૂલ છુટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલા એક પથ્થરે વિદ્યાર્થિનીની જિંદગી બદલી નાખી.
શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું
હકીકતમાં અરીમાને આંખમાં પથ્થર વાગતાની સાથે જ સારવાર અર્થે ખસેડી હતી, ત્રણ દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરીમાએ દૃષ્ટિ ગુમાવી હોવાનું જણાવતા જ પરિવારમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો. જોકે, આ બાબતે મીડિયામાં સમાચાર પ્રકાશિત થતાં જ શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું.
અધિકારીઓએ શાળાની લીધી મુલાકાત
આજે સવારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મીનેશ પંડ્યા, શાસનાઅધિકારી શ્વેતા પારગી સહિત સમિતિના સભ્યો અને આચાર્ય સ્કૂલની મુલાકાત લીધી હતી, જે ક્લાસરૂમમાં ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ શાસનાધિકારીને આઠમી તારીખે થઇ હોવાની કબૂલ્યું હતું. નોંધનીય છે કે આ અધિકારીઓમાંથી કોઈ હજુ સુધી આ વિદ્યાર્થિનીના ઘરે ગયા નથી અને ન તો કોઈપણ પ્રકારની મદદની જાહેરાત કરી છે.
રિપોર્ટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT