ધનેશ પરમાર,બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચાર એક મોટો મુદ્દો બની ચૂક્યો છે. અધિકારીઓ પોતાના લાભ માટે કામો કરી રહ્યા હોટ તેમ અનેક ઘટના સામે આવી ચૂકી છે. આ દરમિયાન પાલનપુરમાં એસીબીએ સફળ ઓપરેશન હાથ ધર્યું છે. બનાસકાંઠાનાં સમાજ કલ્યાણ અધિકારી અને ₹10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે .જેના અધિકારી અમિત પટેલ એસીબી છટકામાં રંગે હાથ ફસાયા છે.
ADVERTISEMENT
બનાસકાંઠાનાં સમાજ કલ્યાણ અધિકારીએ એક ગ્રાન્ટેડ શાળામાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ કોઈપણ પ્રકારની ખામી વગર પાસ કરવા માટે પૈસા માગ્યા હતા. જેમાં આજે થરાદ ખાતેથી અમિત પટેલને રૂપિયા 10,000 ની લાંચ લેતા રંગે હાજરથી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગ્રાન્ટ મંજૂર કરવા મંગી હતી લાંચ
રાજયસેવકો વિવિધ સરકારી યોજનાઓ અને ગ્રાન્ટ ફાળવણી માટે લોકો પાસેથી કોઈપણ બહાના હેઠળ કાયદેસરના મહેનતાણા સિવાયનો લાભ માગતા હોય છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય છે. ત્યારે બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુર ખાતે પણ આવા જ એક બનાવવામાં એસીબી અધિકારીઓએ સમાજ કલ્યાણ અધિકારીને રંગે હાઠ ઝડપી પાડયા છે. જેમાં સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવતા અરજદાર પાસે સરકાર તરફથી મળતી વિદ્યાર્થીઓના નિભાવની ગ્રાન્ટ મંજૂર કરવા સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલે રું.10,000 ની લાંચની સમાજ કલ્યાણ માંગણી કરી હતી. જોકે આ માંગણી થી અરજદારે નારાજ થઈ પાલનપુર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.
લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. અને પાલનપુર એસીબી દ્વારા થરાદ ચાર રસ્તા ભાભર રોડ પર આ લાંચ કેસ માટેનું છટકું ગોઠવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદીએ વાતચીત કરી અમિત પટેલને સ્થળ પર બોલાવતા અમિત પટેલ હાજર થયા હતા. અને રૂપિયા 10,000 ની લાંચ પેટે સ્વીકારી હતી. આ દરમિયાન એસીબી અધિકારીઓએ સમાજ કલ્યાણના અધિકારી અમિત પટેલને ઝડપી પાડ્યા હતા. રંગે હાથ લાંચ લેતા આરોપી એવા પાલનપુર સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT