Botad News : બોટાદના ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશન નજીક એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ અંગેની જાણ રેલવે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. આજે વર્ષનો છેલ્લા દિવસે સૌકોઇ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યું છે. ત્યારે બોટાદના નિગાળા રેલ્વે સ્ટેશન પર કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે.
ADVERTISEMENT
રેલવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર નિગાળા પરથી પસાર થતા ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની સામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે રેલવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે.
મૃતક ચારે વ્યક્તિ એક જ પરિવારના લોકો
મૃતક તમામ ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી છે. મૃતક તમામ એક જ પરિવારનાં છે. પિતાએ પોતાના એક પુત્ર અને બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. મૃતકોની ઓળખ મંગાભાઇ વાઘાભાઇ વિંજુડા (ઉ.વ 42), જીગ્નેશ ઉર્ફે જીગાભાઇ મગાભાઇ વિંજુડા (ઉ.વ 19 ), સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઇ વિંજુડા (ઉ.વ 17), રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઇ વિજુડા (ઉ.વ 21)
કૌટુંબિક ઝગડામાં કલમ 307 હેઠળ ગુનો દાખલ થયો હતો
ગત્ત 15 ઓગસ્ટે મંગાભાઇએ પોતાના કૌટુંબિક ભાઇ સાથે મારામારી થઇ હતી. જેના કારણે મંગાભાઇ પર કલમ 307 હેઠળ ગુનો દાખલ થયો હતો. આ અંગે કેસ ચાલી રહ્યો હતો. 10 દિવસ પહેલા જ મંગાભાઇ જામીન પર છુટીને ઘરે આવ્યા હતા. અચાનક તેઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. હાલ રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT