સંજય રાઠોડ, સુરત: ગુજરાતમાં છાસવારે અકસ્માતની ઘટનાઓ ઘટતી રહે છે. અનેક અકસ્માતો જીવલેણ સાબિત થયા છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. જેમાં 9 બાળકો સવાર હતા.
ADVERTISEMENT
રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે. વાહન ચાલક કે ખરાબ રસ્તાના કારણે અનેક અકસ્માતની ઘટના સામે આવે છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સ્કૂલ વાનનો અકસ્માત થયો છે. સુરતના અલથાણ વિસ્તારમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ વાનને પૂરપાટ ઝડપે આવી રહેલી બ્લેક રંગની કારે ટક્કર મારતા એકાએક સ્કૂલ વાન પલટી મારી ગઇ હતી. આ સ્કૂલ વાનમાં 9 બાળકો સવાર હતા જેથી કારમાં સવાર એક બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જ્યારે અન્ય બાળકોને પણ નાની મોટી ઇજા પહોંચી છે. આ અકસ્માત સર્જાતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્કૂલ વાનને સીધી કરવાનો પ્રયાસ કરાયો અને વિદ્યાર્થીઓને પણ તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવ્યા.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સ્કૂલ વાન અને કાર વચ્ચે ટક્કરની ઘટના CCTVમાં કેદ થઈ છે. સ્કૂલ વાનમાં 9 બાળકો હતા, એક બાળકને માથામાં ગંભીર ઈજા, બાકીના બાળકોને નાની મોટી ઈજાઓ. ટક્કર બાદ કાર ચાલક પણ કારમાંથી બહાર નીકળીને બાળકોને બચાવવા દોડતો જોવા મળે છે.
ADVERTISEMENT